બોટકાંડ બાદ સફાળુ જાગ્યું મનપાનું તંત્ર, VMC સંચાલિત 4 અતિથિ ગૃહ બંધ કરાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-01 16:05:14
  • Views : 70
  • Modified Date : 2024-02-01 16:05:14

વડોદરા બોટકાંડ બાદ મનપાનું તંત્ર સફાળુ જાગ્યું છે. VMC સંચાલિત 4 અતિથિ ગૃહ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અતિથિ ગૃહનું બાંધકામ એટલુ જર્જિત થઈ ગયુ છે કે ત્યાં રહેવુ પણ જોખમ ભર્યુ છે. જેના પગલે આ અતિથિ ગૃહને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રેમાનંદ હોલ પણ જર્જરિત હોવાથી બંધ કરવામાં આવ્યો.બીજી તરફ પ્રસંગોપાત અતિથિ ગૃહ બુક કરાનારાઓની હાલત કફોડી થઈ છે. બુકિંગ રદ કરાયેલા લોકો માટે કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે છે.થોડા દિવસ અગાઉ વડોદરાની ન્યૂ સનરાઈઝ નામની શાળાના વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસ માટે લઈ ગયા હતા. જ્યાં બાળકોને બોટિંગ કરાવવામાં આવ્યુ હતુ. તે સમયે બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષકનું ડૂબવાથી મોત નિપજ્યું હતી. મળતી માહિતી અનુસાર બોટની ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડ્યા હોવાથી આ દુર્ઘટના બની હતી. તેમજ લાઈવ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા.

Download Our B K News Today App



Related News