અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ કાંડમાં વધુ એકની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-12 16:15:37
  • Views : 125
  • Modified Date : 2023-08-12 16:15:37

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ કાંડમાં AMCના વધુ એક અધિકારીની ધરપકડ  કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનના આસિસ્ટન્ટ એન્જિનિયર અતુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ખોખરા પોલીસે અતુલ પટેલને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અતુલ પટેલ પર હાટકેશ્વર બ્રિજના સુપરવિઝનની કામગીરીની જવાબદારી સંભાળતો હતો. ફરજના સમય દરમિયાન સ્થળ પર હાજર ન રહેવાનો અતુલ પટેલ પર આરોપ છે. સાઇટ પર હાજર ન રહીને સુપરવિઝનનું કામ બરોબર ન નિભાવવાનો તેના પર આરોપ છે. જેને લઇને અતુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News