CRPFની મહિલા જવાનના આકસ્મિક નિધન બાદ કડીના બુડાસણમાં અંતિમયાત્રા યોજાઈ, ગામ આખુ હિબકે ચડ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 14:52:02
  • Views : 234
  • Modified Date : 2021-03-10 14:52:02

    કલોલ તાલુકાના કરોલી ગામની વતની અને CRPFમાં કલકતા નજીક સલબોનીમાં ફરજ બજાવતા સેજલબેન રબારીનું શંકાસ્પદ મોત થયા બાદ આજે તેમના વતનમાં અંતિમ સંસ્કાર કરાયા હતા.

આજ રોજ કડી તાલુકા ના બુડાસણ ગામ માં સેજલ બેનનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો. બુડાસણ ગામમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સેજલબેનના મૃતદેહને તેમના નિવાસ સ્થાને લાવ્યા એ દરમિયાન દરેક ગામ લોકો ની આંખો માં આંસુઓની ધારા વહી હતી. સેજલબેનના પાર્થિવ દેહને ગામ લોકોએ અંતિમ દર્શન કર્યા હતા. આ સમયે 'વંદે માતરમ'ના નારા સમગ્ર પંથકમાં ગુંજી ઉઠ્યા હતા. તેઓની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પરિવારજનોની સાથે સાથે ગામ લોકોમાં પણ શોક નો માહોલ સર્જાયો હતો.


Download Our B K News Today App



Related News