રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ ફાયર સેફ્ટીના મામલે શાળાઓને સીલ કરતા શાળા સંચાલકોમાં ભારે રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-07 17:56:47
  • Views : 68
  • Modified Date : 2024-06-07 17:56:47

રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ ફાયર સેફ્ટીના મામલે શાળાઓને સીલ કરતા શાળા સંચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો.RMC ખાતે શાળા સંચાલક મંડળે વિરોધ નોંધાવ્યો છે. 100 જેટલી સીલ મારેલી શાળાઓને ખોલવા શાળા સંચાલક મંડળની રજૂઆત કરી છે.2023ના નવા નિયમોને આધારે કોઈએ ફાયર સેફ્ટી લગાવી નથી. નવા નિયમોની જાણ ન હોવાથી તે અનુસાર ફાયર સેફ્ટી ન હોવાની સંચાલકોની રજૂઆત કરી છે. આગામી સપ્તાહથી શાળા ખુલતી હોવાથી જો શાળા નહીં ખુલે તો વિદ્યાર્થીઓનું ભણતર બગડી શકે છે.

Download Our B K News Today App



Related News