સોનીબજાર બાદ દાણાપીઠ આજથી અડધો દિવસ એક અઠવાડિયુ બંધ, સવારે 8થી 3 સુધી દુકાનો ખુલ્લી રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-14 11:47:20
  • Views : 366
  • Modified Date : 2020-09-14 11:47:20

   રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે સોની બજાર બાદ આજથી દાણાપીઠ અડધો દિવસ એક અઠવાડિયું બંધ રહેશે. દાણાપીઠમાં સવારે 8થી 3 સુધી તમામ દુકાનો ખુલ્લી રહેશે. 3 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણય કર્યો છે. જેથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ. દાણાપીઠ એસોસિયેશનના પ્રમુખ બિપિનભાઈ કેસરિયાએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીને લઈને હાલ રાજકોટમાં સંક્રમણ વધી રહ્યું છે. દાણાપીઠમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. દાણાપીઠમાં 220 જેટલી દુકાનો આવેલી છે. હોલ-સેલ અને રિટેઇલના તમામ વેપારીઓએ મળીને આ નિર્ણય કર્યો છે. અમે દુકાનો સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. અહીંયા વેપારીઓ ટીફીન લઈને આવતા હતા. પણ હવે એક અઠવાડિયું સુધી દાણાપીઠમાં 3 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રહેશે.કોરોનાના કેસમાં સતત વધારો થતાં દાણાપીઠનાં વેપારીઓએ અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. આજથી સવારે 8થી 3 વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રહેશે. બપોર બાદ તમામ દુકાનો બંધ રહેશે. પરિસ્થિતિ કાબૂમાં આવી જશે, તો 20 સપ્ટેમ્બરથી દુકાન શરૂ કરી દેવાશે. દાણાપીઠ બજાર એ ખરીદી માટે પીઠા સમાન ગણાય છે. રાજકોટ અને સૌરાષ્ટ્રભરનાં વેપારીઓ હોલસેલમાં અને છૂટક ગ્રાહકો ખરીદી માટે આવે છે. અંદાજિત રોજના 5 હજારથી વધુ લોકો ખરીદી કરીને જાય છે. લોકડાઉન ખુલ્યા પછી આ વિસ્તારની દુકાનો રાબેતા મુજબ ખુલ્લી રહેવા લાગી હતી. જો કે વેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ તે માટે દુકાનની બહાર વ્યવસ્થા રાખી હતી.

Download Our B K News Today App



Related News