મુંબઈમાં 3 કલાક સુધી ભારે વરસાદ, જર્જરિત ઈમારતો ખાલી કરાવવાનો આદેશ; પંજાબ-હરિયાણામાં સખત ગરમી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-08 12:51:01
  • Views : 365
  • Modified Date : 2021-06-08 12:51:01

    એક દિવસ પહેલાં નોર્થ-ઈસ્ટનાં રાજ્યોમાં પહોંચ્યા પછી મોન્સૂન હવે મુંબઈ સહિત મહારાષ્ટ્રના 30 ટકા વિસ્તારમાં એની અસર બતાવી રહ્યો છે. અહીં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. મુંબઈમાં સોમવારે સવારે 3 કલાક જોરદાર વરસાદ થયો. એ પછી જર્જરિત ઈમારતોને ખાલી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. એક તરફ કેરળ, લક્ષદ્રીપ, સમગ્ર દક્ષિણ ભારત અને ઉત્તર પૂર્વી રાજ્યોમાં વરસાદી માહોલ છે, તો બીજી તરફ પંજાબ અને હરિયાણામાં સખત ગરમી પડી રહી છે.

    મોસમ વિભાગ(IMD)ના જણાવ્યા મુજબ, ગુજરાત, દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશમાં 20 જૂન પછી મોન્સૂન પહોંચવાનું અનુમાન છે. આ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાના, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, સિક્કિમ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં મંગળવારે વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે.પશ્ચિમ બંગાળમાં સોમવારે વરસાદે ભારે આફત સર્જી હતી. રાજ્યના 3 જિલ્લામાં વીજળી પડવાથી 26 લોકોનાં મૃત્યુ થયાં. મૃત્યુ પામનારાઓમાંથી 11 હુગલી, 9 મુર્શિદાબાદ, 2 બાંકુરા અને 2 પૂર્વી મિદનાપુરના છે. મુર્શિદાબાદમાં વીજળી પડવાથી 3 લોકો ઘાયલ થયા, જેમની સારવાર જંગીપુર હોસ્પિટલમાં ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃત્યુ પામનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

    તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, મારી સંવેદનાઓ લોકોની સાથે છે, જેમણે વીજળી પડવાની ઘટનાઓમાં પોતાનાં સ્વજનોને ગુમાવ્યાં છે. આ દુર્ઘટનાઓમાં ઘાયલ થનારાઓ ઝડપથી સાજા થઈ જાય એવી કામના. PMએ પીડિત પરિવારો માટે વળતરની જાહેરાત કરી છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનારા પરિવારોને પ્રધાનમંત્રી રાહત કોષ(PMNRF)માંથી 2 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.

Download Our B K News Today App



Related News