બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદ બાદ હાઇવે પર ભરાયા ઘૂંટણસમા પાણી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-06 14:55:29
  • Views : 122
  • Modified Date : 2023-06-06 14:55:29

બનાસકાંઠાના પાલનપુરમાં વરસેલા સામાન્ય વરસાદમાં (Rain) પાલિકાના તંત્રની પોલ ખુલી છે. પાલિકાની બેદરકારીના પગલે પાલનપુર આબુરોડ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. કેટલાક વાહનો વરસાદી પાણીમાં ફસાઈ જવાથી બે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી.બીજી તરફ ગોબરી રોડ આદર્શ, કીર્તિસ્તંભ, બેચરપુરા સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. હાઇવે પર ખાડા અને નીચાણવાળો વિસ્તાર હોવાથી પાણીની સમસ્યાનો નિકાલ થતો નથી.દર વર્ષે ચોમાસામાં આ સ્થિતિ સર્જાય છે છતાં તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ છે. હાઈવે ઉંચો બનાવવાની પણ સ્થાનિકોએ માગ કરી હતી..તંત્રની બેદરકારીની નિષ્કાળજીના કારણે કલેક્ટર, એસપી અને DFO નિવાસસ્થાન આગળ પાણી ભરાયા છે. પાણી ભરાતા શાળાએ જતા વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 10 વર્ષથી આ સમસ્યા છે. છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્રારા પાણીનો નિકાલ કરવામાં આવતો નથી.

Download Our B K News Today App



Related News