ગુજરાતમાં બીજી લહેરનું પીક આવી ગયું, 6-8 મહિનામાં આવશે ત્રીજી લહેરઃ સરકારી પેનલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-20 13:05:22
  • Views : 382
  • Modified Date : 2021-05-20 13:05:22

    ભારત દેશમાં કોરોના મહામારી અંગે મહિનાઓ બાદ સારા સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારના વિજ્ઞાન મંત્રાલય હેઠળ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી 3 સદસ્યની પેનલે અનુમાન લગાવ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર જુલાઈ સુધીમાં કહેર વરસાવવાનું બંધ કરી શકે છે. એવામાં 6થી 8 મહિના પછી ભારતમાં ત્રીજી લહેર પ્રવેશવાનાં એંધાણ પણ જણાયાં હતાં. આ પ્રાથમિક અનુમાનની સાથે તેમણે સરકારને અલર્ટ પણ કરી દીધું છે. અત્યારે ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેર પીક પર આવી ગઈ છે. અમદાવાદમાં પણ રોજ નવા સંક્રમિત થતા દર્દીઓમાં હવે ઘટાડો નોંધાઈ રહ્યો છે.

    SUTRA (સંવેદનશીલ, અનિર્ધારિત, પરીક્ષણ અને વિવિધ દૃષ્ટિકોણ) મોડલનો ઉપયોગ કરી વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું હતું કે મે મહિનાનાં અંત સુધીમાં પ્રતિદિવસ 1.5 લાખ કેસ સામે આવી શકે છે અને જૂનના અંતમાં દરરોજ 20 હજાર કેસ સામે આવી શકે છે. જુલાઈ મહિના સુધીમાં કોરોનાની બીજી લહેર વિરામ લઈ શકે છે.

    પેનલના સભ્ય અને IIT કાનપુરના અધ્યાપક મનિન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, કેરળ, સિક્કિમ, ઉત્તરાખંડ, ગુજરાત, હરિયાણા સિવાય દિલ્હી અને ગોવા જેવાં રાજ્યમાં બીજી લહેરનો પીકટાઈમ આવી ગયો છે. તામિલનાડુમાં 29થી 31 મે અને પુડુચેરીમાં 10-20 મેમાં પીક આવી શકે છે.બુધવારે રાજ્યના 5,246 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 9,001 લોકો સ્વસ્થ થયા અને 71 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 7.71 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 6.69 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 9,340 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 92,617 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.પૂર્વ અને પૂર્વોત્તરનાં રાજ્યોમાં હજુ પીક સમય આવવાનો બાકી છે. આસામ 20-21 મે, મોઘાલય 30 મે, ત્રિપુરામાં 26-27 મે સુધીમાં પીક આવી જશે. હિમાચલ પ્રદેશ અને પંજાબમાં અત્યારે કોરોનાના કેસમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. હિમાચાલમાં 24 મે અને પંજાબમાં 22 મે સુધીમાં કોરોનાની બીજી લહેરનો પીક સમય આવી શકે છે.

    SUTRA મોડલ જેવા ગણિતને લગતા મોડલ મહામારીની તીવ્રતાનું અનુમાન લગાવવામાં મદદ કરી શકે છે. SUTRA મોડલ ગત વર્ષે કોરોનાની પરિસ્થિતિનું અવલોકન કરવા માટે અસ્તિત્વમાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કોવિડ-19 કમિટીને પણ સરકાર દ્વારા કોરોનાની પરિસ્થિતિનું આંકલન કરવા માટે બનાવવામાં આવી છે. જોકે કમિટીએ સ્વીકાર કર્યું હતું કે તેઓ બીજી લહેરની પ્રકૃતિ અને સંક્રમણ અંગેની વિગતવાર માહિતી આપવા માટે અસમર્થ છે. IIT હૈદરાબાદના અધ્યાપકે મીડિયાને જણાવ્યું હતું કે અમે જ્યારે જાહેર કર્યું હતું કે બીજી લહેરમાં રોજ 1.5 લાખ કેસ સામે આવશે, એ વાત તદ્દન ખોટી સાબિત થઈ હતી.

Download Our B K News Today App



Related News