અરવલ્લી જિલ્લામાં મોડીરાત્રી બાદ પલટાયુ વાતાવરણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-03 13:50:51
  • Views : 87
  • Modified Date : 2023-12-03 13:50:51

અરવલ્લી જિલ્લામાં રાત્રી દરમિયાન એકાએક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઈ મોડી સાંજ સુધી વાતાવરણ યોગ્ય લાગી રહ્યુ હતુ, ત્યાં જ મોડી રાત્ર બાદ વાતાવરણ પલટાતા કમોસમી વરસાદ વરસ્યો હતો. વહેલી પરોઢે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.જિલ્લાના મોડાસા શહેર ઉપરાંત, માલપુર અને મેઘરજ સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારમાં કમોસમી વરસાદના હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા. કેટલાક વિસ્તારોમાં તો જાણે કે શિયાળાને બદલે ચોમાસુ જામ્યુ હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગત સપ્તાહે રવિવારે વરસાદ વરસ્યો હતો. સતત બીજા રવિવારે વરસાદ વરસ્યો હતો.

Download Our B K News Today App



Related News