પાલનપુરમાં બનાસડેરી સંચાલિત કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન લવાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-04 12:46:52
  • Views : 394
  • Modified Date : 2021-05-04 12:46:52

     બનાસકાંઠા માં પાલનપુર ખાતે આવેલી જિલ્લાની મુખ્ય બનાસ કોવિડ હોસ્પિટલ માં ઓક્સિજનની માંગને પહોંચી વળવા માટે ઓક્સિજન મશીન લગાવ્યા બાદ હવે ઓક્સિઝન ટેન્ક ની ખરીદી કરવામાં આવી છે જેથી ઇમર્જન્સી સંજોગોમાં ટેન્ક માં સ્ટોર કરેલા ઓક્સિઝન જથ્થા થી દર્દીઓને સારવાર આપી શકાય.

     બનાસકાંઠા જિલ્લામાં અત્યારે સૌથી વધૂ કોરોના દર્દીઓના કેસ પાલનપુરમાં સામે આવી રહ્યા છે. સતત લોકોના વધેલા સંક્રમણના કારણે હાલમાં પાલનપુરમાં રોજના 100થી પણ વધૂ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. ત્યારે તમામ દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે બનાસડેરી દ્વારા બનાસ કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. તેમાં ડોક્ટરો દ્વારા દર્દીઓને તમામ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે. ગત વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના કોરોના પોઝિટિવ દર્દીઓને બનાસ કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

     બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે કોરોના ના દર્દીઓની સંખ્યા વધતી જાય છે તેની સાથે સાથે ઓક્સીજનની જરૂરિયાત પણ વધી રહી છે જેને પહોંચી વળવા માટે પાલનપુર માં આવેલી બનાસડેરી સંચાલિત જિલ્લાની મુખ્ય કોવિડ હોસ્પિટલ માં અઠવાડિયા અગાઉ ઓક્સિજન મશીન વસાવ્યું હતું જેના દ્વારા રોજના 70 બોટલ ઓક્સિઝન નું ઉત્પાદન કરી શકાય છે ત્યાર બાદ હવે બનાસ ડેરીએ 44 લાખ રૂપિયાના ખર્ચે ઓક્સિજન ટેન્ક વસાવી છે ટેન્ક માં 10 ટન ઓક્સિઝન ના જથ્થાનો સંગ્રહ કરી શકાય છે અને ઇમરજન્સી સંજોગોમાં ટેન્ક માં સંગ્રહ કરેલા જથ્થાથી દર્દીઓને સારવાર આપી શકાય અને તેમનો જીવ બચાવી શકાય, બનાસકાંઠા જિલ્લાની 126 બેડની મુખ્ય કોવિડ હોસ્પિટલમાં અત્યારે 200 થી પણ વધુ કોરોના ના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જે દર્દીઓને રોજની 400 બોટલ ઓક્સીજનની જરૂરિયાત હોય છે જેને પહોંચી વળવા માટે બનાસ ડેરી પહેલા ઓક્સિઝન પ્લાન્ટ લગાવ્યો ત્યાર બાદ ઓક્સિઝન ના બાટલા ની ખરીદી કરી અને હવે 10 ટન ઓક્સિઝન નો સંગ્રહ કરી શકે તેવા ટેન્ક ની પણ ખરીદી કરી છે જેથી આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લાની હોસ્પિટલ ઓક્સિઝન મામલે સંપૂર્ણપણે આત્મનિર્ભર બની જશે.

     નાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની અછતના કારણે દર્દીઓના મોત થાય અને ઓક્સિજનની અછત સર્જાય તે માટે કરોડો રૂપિયાના ખર્ચે ઓટોમેટિક ઓક્સિજન ઉત્પન્ન કરવાનો પ્લાન્ટ બનાસડેરી દ્વારા સંચાલિત કોવિડ હોસ્પિટલમાં બનાવવામાં આવ્યો હતો. જે પ્લાન્ટ કલાકના 28 કિલો શુદ્ધ ઓક્સિજન ઉત્પન્ન કરે છે. પ્લાન્ટ દ્વારા 72 કલાકમાં 680 કિલો ઓક્સિજન બનાવે છે. જેનાથી રોજની 70 મોટી બોટલ ઓક્સિજન ભરી શકાય છે. તેનાથી રોજના 35 દર્દીઓને ઓક્સિજન પૂરો પાડી શકાય છે.નોંધનીય છે કે, પ્લાન્ટ બનાવતા બે મહિના જેટલો સમય લાગે છે. પરંતુ બનાસડેરી દ્વારા સંચાલિત કોવિડ હોસ્પિટલના સ્ટાફે દિવસ-રાત મહેનત કરી માત્ર અઠવાડિયામાં પ્લાન્ટ તૈયાર કર્યો હતો. પ્લાન્ટ નાખવાથી ઓટોમેટિક ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને કોવિડ-19 હોસ્પિટલમાં ઓક્સિજનની કમી સર્જાશે નહિ.

 

Download Our B K News Today App



Related News