આગામી સમયમાં ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-18 13:35:01
  • Views : 503
  • Modified Date : 2019-11-18 13:35:01

સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગત સપ્તાહમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. તેવામાં આવનારા સમયમાં ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ઠંડીનો ચમકારો વધશે તેમજ તાપમાન બે ડિગ્રી સુધી નીચે ગગડશે તેવું લાગી રહ્યું છે. તેવા પરિણામે ઠંડીનો ચમકારો વધશે તેમ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.આમ રવિવારે લઘુત્તમ તાપમાન 19.4 ડીગ્રી નોંધાયું હતુ.આમ આગામી 20 મી પછી ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાની શક્યતાના  પગલે ઠંડીનુ પ્રમાણ વધશે. આમ ગત માસમાં ક્યાર અને મહા વાવાઝોડાની અસર વર્તાતા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિત અનેક જગ્યાએ કરા અને વાવાઝોડા સાથે વરસાદ પડતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા હતા. જેમાં સામાન્ય રીતે 15 નવેમ્બર બાદ શિયાળાની શરૂઆત થઇ જાય છે. ત્યારે ઉત્તર ગુજરાતના મહત્વના ગણાતાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી તથા સાબરકાંઠામાં ગત સપ્તાહમાં બે ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. જોકે આગામી ત્રણ દિવસ એટલે 20 નવેમ્બર બાદ ઉત્તર ભારતમાં હિમવર્ષા સર્જાવાની છે.જેના પરિણામે ઉત્તર ગુજરાતમાં આગામી સપ્તાહમાં બે થી ત્રણ ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડે તો કોઇ નવાઇ નહિ.

Download Our B K News Today App



Related News