ભરૂચમાં મગર બાદ હવે દીપડા રહેણાંક વિસ્તારોમાં નજરે પડ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-22 15:30:38
  • Views : 99
  • Modified Date : 2023-07-22 15:30:38

ચોમાસાની ઋતુમાં પાણીના ભરવાની સમસ્યા અને સલામત સ્થળની શોધમાં વન્ય જીવ જંગલ છોડી રહેણાંક વિસ્તારો તરફ આવી રહયા છે. જંબુસર અને ભરૂચમાં મગરરહેણાંક વિસ્તાર નજીક ઘુસી આવવાની બે ઘટનાઓ બાદ હવે અંકલેશ્વર અને ઝઘડિયામાં ખુંખાર શિકારી એવા દીપડાએ રહેણાંક વિસ્તારમાં લટાર મારી હોવાનો વિડીયો વાયરલ થયો છે.ઝઘડીયા તાલુકાના અવિધા ગામના ખેતરોમાં લટાર મારતા દીપડાનો વિડીયો ખેતમજૂરો દ્વારા કેદ કરાતા વાયરલ થયો છે તો બીજી એક ઘટનામાં અંકલેશ્વરના ગાર્ડનસીટીમાં સીસીટીવી ફૂટેજમાં દીપડો સોસાયટીમાં નજરે પડ્યો છે. બનાવની વનવિભાગને જાણ કરવામાં આવી છે જેણે ફૂટ પ્રિન્ટના આધારે દીપડાને ઝડપી પાડવા પ્રયાસ શરૂ કર્યા છે.અવિધા ગામની સીમમાં ખેતમજૂરો ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે એક ખેતરમાંથી બીજા ખેતર તરફ ભાગતા દીપડાનો વિડીયો એક ખેતમજૂરે કેમેરામાં કેદ કર્યો હતો. આ દ્રશ્યના પગલે શ્રમજીવીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરી પાંજરા મુકવા માંગ કકરવામાં આવી છે.જાણકારો અનુસાર આ સમયગાળા દરમિયાન શેરડીના ખેતરોમાં દીપડા નજરે પડવાની ઘટનાઓ બનતી હોય છે. ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ બેલ્ટ ઉપર આવેલ ઝઘડીયા,વાલિયા અને નેત્રંગ તાલુકામાં દિપડાની સંખ્યામાંવધારો જોવા મળી રહ્યો છે.દીપડો અંકલેશ્વર સુધી આવી પહોંચતા ભયનો માહોલ ફેલાયો છે. 18 જુલાઈના સીસીટીવી ફૂટેજની તપાસમાં ગાર્ડન સિટીમાં દીપડો સોસાયટીમાં નજરે પડ્યો હતો. આ દીપડો હજુ આસપાસના વિસ્તારમાં જ હોવાનું અનુમાન છે પરંતુ વન્ય જીવની આ પ્રકારે રહેણાંક વિસ્તારમાં લટરે સ્થાનિકોના શ્વાસ અધ્ધર કર્યા છે.

Download Our B K News Today App



Related News