કોરોના બાદ મ્યુકરમાઇકોસિસની બીમારીએ ઉત્તર ગુજરાતને પણ ભરડામાં લીધું છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-24 11:19:41
  • Views : 210
  • Modified Date : 2021-05-24 11:19:41

     કોરોના પછી મ્યુકરમાઇસોસિસનો કહેર જોવા મળી રહ્યો છે..ઉત્તર ગુજરાતમાં 116 નવા કેસ, 8 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે તેમજ બ્લેક ફંગસના દર્દીઓ માટે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દવાઓ અને ઇન્જેક્શન મળતા લોકો રઝળપાટ કરી રહ્યા છે

 • પાટણ, પાલનપુર, હિંમતનગર સરકારી સિવિલ હોસ્પિટલમાં વોર્ડ છે, પણ બીજે રીફર કરી દેવાય છે

• મહેસાણા અને મોડાસા સિવિલમાં હજુ વોર્ડ શરૂ કરાયો નથી, ખાનગી હોસ્પિટલમાં સારવાર

• મહામારી જાહેર કરાઇ છતાં મહેસાણા સિવાય એકપણ જિલ્લામાં હજુ ઇન્જેક્શન ફાળવાયાં નથી

      અત્યાર સુધીમાં 116 જેટલા કેસ નોંધાઇ ચૂક્યા છે, તો 8 દર્દીએ જીવ ગુમાવ્યો છે. મ્યુકર માઇકોસિસની બીમારીએ માથુ ઊંચક્યું હોવા છતાં જિલ્લા સ્તરે કોઇ સુવિધા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.પાટણ, પાલનપુર અને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસ માટે અલગથી વોર્ડ ઊભો કરાયો છે. જ્યારે મહેસાણા અને મોડાસામાં સરકારી હોસ્પિટલમાં હજુ સુધી વોર્ડ તૈયાર કરાયો નથી. અહીં ખાનગી હોસ્પિટલમાં વોર્ડ છે, જ્યાં હાલ સારવાર અપાય છે. જોકે, આખા ઉત્તર ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસ માટે જરૂરી દવા, એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શન અને તબીબોની પૂરતી વ્યવસ્થા હોવાથી દર્દીઓને અમદાવાદ ખાતે રીફર કરાઇ રહ્યા છે.

     .ગુ.માં બ્લેક ફંગસના કેસ જેમાં મહેસાણા 40 કેસ અને 2ના મોત થયા છે ,પાટણમાં 8 કેસ 2ના મોત, બનાસકાંઠામાં 24 કેસ 2ના મોત, સાબરકાંઠા 39કેસ 2ના મોત,અરવલ્લીમાં 5 કેસ આમ, કુલ 116 કેસ અને 8 મોત થયી ચૂક્યા છે..

     કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસની બીમારીએ ભરડો લીધો છે. જેમાં પાટણ જિલ્લામાં દરરોજ 10 થી 15 દર્દીઓ .એન.ટી, આઈ સર્જન અને ડેન્ટલ ડોક્ટરો પાસે આવી રહ્યાં છે. જેને પગલે કલેક્ટરે 10 પ્રાઇવેટ ડોક્ટરો સાથે મીટીંગ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પરંતુ હાલમાં ડોક્ટરો પાસે કે બજારમાં બીમારીમાં ઉપયોગમાં લેવાતા એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શન મળતા હોવાથી દર્દીઓને માત્ર રૂટીન એન્ટી ફંગલ દવાઓ આપી પ્રાથમિક સારવાર આપી શકાય છે. તેમજ ગંભીર દર્દી જણાય તો અમદાવાદ રીફર થવા માટે સલાહ આપવામાં આવે છે. જોકે સરકારી ધારપુર મેડિકલ હોસ્પિટલમાં પણ સારવાર માટે દર્દીઓ આવી રહ્યા છે પરંતુ દવાઓ હોવાથી મોટાભાગના દર્દીઓને રીફર કરવામાં આવે છે.

      જોકે, બ્લેક ફંગસના દર્દીઓ માટે સરકારી હોસ્પિટલમાં સારવારની કોઇ સુવિધા નથી..સરકારી હોસ્પિટલોમાં અથવા તો મેડિકલમાં મ્યુકર માયકોસિસની દવાઓ અને ઈન્જેકશનની અછત હોવાના કારણે શંકાસ્પદ દર્દીઓ જેમનામાં રોગ ફેલાયો છે એવા દર્દીઓના સગાઓ દવાઓ અને ઇન્જેક્શન માટે રઝળપાટ કરી રહ્યા હોવાની બૂમ ઉઠી છે

Download Our B K News Today App



Related News