બ્રિટનથી સુરતના હજીરા આવેલી મહિલા કોરોના સંક્રમિત, માતા અને બહેનને ચેપ લગાડ્યો, પિતા ઓબ્ઝર્વેશન હેઠળ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-31 13:27:04
  • Views : 260
  • Modified Date : 2020-12-31 13:27:04

    કોરોના બાદ કોરોનાના નવા સ્ટ્રેનથી દુનિયામાં ખળભળાટ મચ્યો છે. ઈંગ્લેન્ડથી કોરોનાનો નવો સ્ટ્રેન વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. ત્યારે ઈંગ્લેન્ડથી હજીરા નિવાસી માતા-પિતાને મળવા આવેલી પરિણીતાનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. પરિણીતાના સંપર્કમાં આવેલી તેણીની માતા અને બહેનને પણ કોરોના ડિટેક્ટ થતાં ત્રણેયને સુરત નવી સિવિલ કેમ્પસમાં આવેલા કોવિડ-19 હોસ્પિટલના દસમા માળે અલાયદા વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરાઈ છે. જ્યારે પિતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યાં છે.ત્રણેયના સેમ્પલને ટેસ્ટ માટે પુણેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે.જેનો રિપોર્ટ હજુ આવ્યો નથી.

    યુકે નિવાસી 32 વર્ષીય પરિણીતા ક્રિસમસની રજા હોવાથી ગત 10મી ડિસેમ્બરના રોજ હજીરામાં રહેતા માતા-પિતા અને બહેનને મળવા આવી હતી. ત્યારબાદ ગત 20 મીએ આ પરિણીતા યુકે પરત જવા નીકળી હતી. દિલ્હી એરપોર્ટથી ફ્લાઈટ બંધ હોવાથી પરત સુરત આવવું પડ્યું હતું.સુરત જિલ્લા આરોગ્ય વિભાગે ગત 27મીએ પરિણીતા અને તેણીના સંપર્કમાં આવેલા માતા પિતા તેમજ બહેનનો પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં પરિણીતા તેમજ તેણીની માતા અને બહેનનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર ચોંકી ઉઠ્યું હતું. જ્યારે પરિણીતાના કોરોના નેગેટિવ પિતાને ઓઝર્વેશનમાં રાખવામાં આવ્યાં છે.

    યુકેની પરિણીતા અને તેણીની માતા તથાબહેનની સારવાર કરનારા સિવિલના મેડિસિન વિભાગના ડો. વિવેક ગર્ગે જણાવ્યું હતું કે, બુધવારે સવારે ત્રણેયને દાખલ કરી સારવાર શરૂ કરી દેવાઈ છે. ત્રણેય તબિયત હાલ નોર્મલ જણાઈ રહી છે. જરૂરી રિપોર્ટ કરવા સાથે સારવાર ચાલી રહી છે.યુકેથી આવેલી પરિણીતા અને તેણીના સંપર્કમાં આવેલી માતા તેમજ બહેનને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગઈ છે. કોરોનાના નવા સ્ટ્રેનની આશંકા સાથે ત્રણેય દર્દી માટે મંગળવારે સાંજથી સિવિલ સ્થિત કોવિડ-૧૯ હોસ્પિટલના દસમા માળે અલાયર્દી વ્યવસ્થા કરી દેવાઈ હતી. અહીં કોરોના પોઝિટિવ બીજા દર્દીઓને પણ રાખવામાં આવ્યા નથી. આ ત્રણેય દર્દીની સારવારમાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.


Download Our B K News Today App



Related News