બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર રાજસ્થાનથી આવતા તમામ વાહનોનું ચેકિંગ કરી અમીરગઢ પોલીસ દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-29 11:56:11
  • Views : 246
  • Modified Date : 2021-12-29 11:56:11

બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પર રાજસ્થાનથી આવતા તમામ વાહનોનું ચેકિંગ કરી અમીરગઢ પોલીસ દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

ઈકબાલગઢ વિરમપુર કપાસિયા અમીરગઢ સહિતના વિસ્તારોમાં પોલીસે માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો

 

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના ફરી કેસો જોવા મળતા પોલીસ તેમજ આરોગ્ય તંત્ર સતર્ક બન્યુ છે જેમા આજે ગુજરાતના ઈશાન સરહદે આવેલા અમીરગઢ બોર્ડર પર અમીરગઢ પોલીસ દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અમીરગઢ પોલીસ સ્ટેશન દ્વારા ઈકબાલગઢ કપાસીયા વિરમપુર સહિત ના વિસ્તારો માં લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા

 

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અમીરગઢ તાલુકામાં આવતા તમામ આઉટ પોસ્ટ પર તેમજ ગુજરાત રાજસ્થાન અમીરગઢ બોર્ડર પર રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોને ચેક કરી વિધાઉટ માસના વાહનચાલકોને પીએસઆઇ એમ કે ઝાલા ના માર્ગદર્શન હેઠળ માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું

 

જોકે આ અંગે અમીરગઢ પીએસઆઇ એમ કે ઝાલાએ જણાવ્યું હતું કે લોકોને માસ્ક પહેરાવી લોકોમાં માસ્ક આ અંગે જાગૃતિ અને લોકોને માસ્ક પહેરવા અને સેનેટરી હાથ સાફ કરવા અને ભીડભાડવાળી જગ્યાએ થી તેમજ સરકારી ગાઈડ લાઈન નું પાલન કરવા લોકોને અપીલ કરી હતી

Download Our B K News Today App



Related News