ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે ચૂંટણી લડવાની મનાઇ કર્યા બાદ હવે સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવા ઈનકાર કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-23 12:01:34
  • Views : 461
  • Modified Date : 2024-03-23 12:01:34

  વડોદરાના ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે ચૂંટણી લડવાની મનાઇ કર્યા બાદ હવે સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવા ઈનકાર કર્યો છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને ચૂંટણી લડવા મનાઈ કરી છે.ભાજપે બીજી યાદી પસંદ કરતા રાજ્યની 7 બેઠકોના ઉમેદવારોને પસંદ કર્યા હતા. જેમાં સાબરકાંઠાના વર્તમાન સાંસદ દિપસિંહ રાઠોડની ટિકિટ કાપી હતી. દિપસિંહ રાઠોડને કાપીને ભાજપે અરવલ્લીના મેઘરજ તાલુકાના ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા.ભીખાજી દુધાજી ઠાકોર હાલમાં અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રી પદ ધરાવે છે અને સાથે જ સાબરકાંઠા કો ઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન પદ પણ ધરાવે છે.

Download Our B K News Today App



Related News