પાટણમાં પણ સામે આવ્યો મેગ્નેટ મેનનો કિસ્સો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-15 12:14:04
  • Views : 309
  • Modified Date : 2021-06-15 12:14:04

    બનાસકાંઠા જિલ્લા બાદ પાટણમા પણ મેગ્નેટ મેનનો કિસ્સો સામે આવ્યો છે જેમાં વ્યક્તિ 8 દિવસ અગાઉ વેકિસન લીધી હતી જેમાં રાજયમાં અનેક જગ્યાએ વેક્સિન લીધા બાદ ચુંબકીય અસરની ઘટના બની હતી..તે સાંભળી વ્યક્તિએ પણ પોતાના શરીર પર ચમચી તેમજ અન્ય ધાતુના વાસણો પોતાના શરીર પર ચોંટાડવાના પ્રયાસ કરતાં તે વાસણો વ્યકિના શરીર પર ચોંટી ગયા હતા..તે બાદ ફરી પ્રયાસ કરતાં સીક્કા સહિત ચમચી, ચપ્પુ સહિત લોખંડની ચીજવસ્તુઓ ચોંટી ગયી હતી. સ્થિતિની જાણ થતાં તેમનો પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો.

     બાબતે વ્યક્તિએ જણાવ્યુ હતું કે કોવિશિલ્ડ વેકસીન લીધા બાદ તેમણે પોતાના શરીર પર ધાતુની ચીજવસ્તુઓ ચોંટાડવાનો પ્રયાસ કરતાં વારાફરતી ચોંટી ગઈ હતી ત્યારે શા કારણે થાય છે? તે જાણવું જરૂરી છે તેના માટે તેમણે પોતાનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો તેમજ અન્ય લોકોને પણ વેક્સિંગ લેવાની સલાહ આપી હતી અને વેક્સિનથી કોઈ આડઅસર થતી નથી અને દરેક વ્યક્તિએ વેક્સિન લેવી જોઈએ તેમ જણાવ્યું હતું.

 

Download Our B K News Today App



Related News