બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ ધમાકેદાર આગમન, અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-10 14:35:32
  • Views : 496
  • Modified Date : 2021-09-10 14:35:32

     બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ હોવા છતાં પણ ક્યાંય વરસાદ દેખાતો હતો છેલ્લા ઘણા સમયથી વરસાદની અછતના કારણે બનાસકાંઠા જિલ્લા પર અનેક સમસ્યાઓ ધરાઈ હતી ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વરસાદ વગર મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં નહિવત વરસાદના કારણે ખેડૂતોને પાક બળી જવાથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો પરંતુ જિલ્લાના ખેડૂતોને પોતાના પશુઓનું પાલન કરવા માટે ઘાસચારાની જરૂરિયાત હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે અનેક તાલુકાઓમાં સારા વરસાદથી પશુપાલકોને રાહત થઇ છે પરંતુ ખેડૂતોને વરસાદથી કોઈ ફાયદો થઇ શકે તેમ નથી.

મોડે મોડે પણ ખૂબ રાહ જોવડાવ્યા બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જેમાં છેલ્લા 24 કલાકમાં ડીસા, પાલનપુર, કાંકરેંજ, લાખણી, વાવ, ભાભર સહિત ના વિસ્તારોમાં 2 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેથી ખેડૂતો પણ હરખાયા છે. જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો ક્યાંક હજુ પણ ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે પરંતુ જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ નું આગમન થયું છે તેના કારણે લોકોએ પણ કાળઝાળ ગરમીથી રાહત મેળવી હતી બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે જિલ્લામાં ફરી એકવાર ખેડૂતોને સારા વરસાદની આશા જાગી છે.

તો બીજી તરફ ભારતીય મોસમ વિભાગ તરફથી આગામી 12 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત બનાસકાંઠા જીલ્લામાં પણ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે જેને લઈ જિલ્લાનું વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે બનાસકાંઠા જિલ્લા અધિક નિવાસી કલેકટર ટી પટેલે પણ આજે તમામ અધિકારીઓને વરસાદને પગલે એલર્ટ રહેવા માટેની સૂચના આપી છે. તેમજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, લાયસન અધિકારી સહિત તમામ અધિકારીઓએ આગામી 12 તારીખ સુધી હેડ ક્વાર્ટર છોડવા માટેની પણ તાકીદ કરાઈ છે. તેમજ યુજીવીસીએલ, ફાયર બ્રિગેડ અને પોલીસ ની ટોમો ને પણ સ્ટેન્ડ બાય કરાઈ છે. અને ઓફિસમાં પૂરતો સ્ટાફ રાખવો અને કોઈ જગ્યાએ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક તેને રિપોર્ટ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે, ભારે વરસાદના પગલે લોકોના જાનમાલને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે તંત્ર એલર્ટ મોડ પર થઈ ગયું છે.

Download Our B K News Today App



Related News