વડોદરામાં વિધર્મી યુવકે ભગાડીને લગ્ન કર્યાં બાદ ઝઘડાઓ થતાં યુવતી પિતાના ઘરે આવી ગઈ, યુવકે યુવતીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-13 14:12:28
  • Views : 379
  • Modified Date : 2021-01-13 14:12:28

    વડોદરા શહેરમાં લવ જેહાદ બાદ યુવતીના પરિવારજનોને ધમકી આપવાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી સગીરાને 2016માં વિધર્મી યુવક ભગાડી ગયો હતો. ત્યાર બાદ બંને વચ્ચે અવારનવાર તકરાર થતાં યુવતી તેના પિતાના ઘરે રહેતી હતી. દરમિયાન યુવતીના ઘરે પહોંચેલા યુવકે ત્રણ વર્ષની દીકરીને લઈ જવા અને ફરિયાદ પાછી ખેંચવા માટે યુવતીના પરિવારને મારી નાખવાની ધમકી આપીને નાસી છૂટ્યો હતો. આ મામલે માંજલપુર પોલીસ મથકે નોંધાયો છે

    વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતી દક્ષાબેન( નામ બદલ્યું છે) વર્ષ-2016 દરમિયાન સગીર હોવાથી તેમને ફેજલ ઉર્ફે આદિલ વણકર(રહે, સોના ટેકરી ઝુપડપટ્ટી, અવધૂત ફાટક પાસે ,વડોદરા) લગ્નની લાલચે તમિલનાડુ ભગાડી ગયો હતો. હાલ સંતાનમાં ત્રણ વર્ષની દીકરી છે. બનાવ સમયે યુવતીના પિતાએ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા યુવકને જેલ થઈ હતી. જ્યાંથી જામીન પર છૂટ્યા બાદ યુવતી સાથે તેણે લગ્ન રજીસ્ટર કર્યાં હતા, ત્યાર બાદ અવારનવાર બંને વચ્ચે તકરાર થતાં યુવતી પિતાના ઘરે આવી ગઈ હતી અને પિતાના ઘરે જ રહેતી હતી.

    દરમિયાન ફૈઝલ યુવતીના ઘરે ધસી ગયો હતો અને યુવતીની માતાને અપશબ્દો બોલી તારા બાપાએ જે કેસ કર્યો છે તે પાછો ખેંચાવી દે તેમ જણાવી ત્રણ વર્ષની દીકરીને જબરજસ્તી લઇ જવાની કોશિષ કરી હતી તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયો હતો. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.


Download Our B K News Today App



Related News