મમતા બેનર્જીએ ત્રીજીવાર બંગાળના મુખ્યમંત્રી પદ માટે શપથ લીધી, કાલે મંત્રીઓ શપથ લેશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-05 11:02:58
  • Views : 198
  • Modified Date : 2021-05-05 11:02:58

    પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીત પ્રાપ્ત કર્યા પછી મમતા બેનર્જી બુધવારના રોજ સવારે 10:45 વાગ્યે એકલા મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેઓના કેબિનેટનું મંત્રીમંડળ 6 અથવા 7મેના રોજ શપથ લેશે. આ કાર્યક્રમમાં BCCIના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી અને બંગાળ ભાજપના અધ્યક્ષ દિલિપ ઘોષને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

    મમતા રાજભવનના ટાઉન હોલમાં શપથ ગ્રહણ કરશે. ત્યારપછી મમતા બેનર્જી રાજ્ય સચિવાલય જશે. આ કાર્યક્રમમાં પ્રશાંત કિશોર સહિત અન્ય TMCના દિગ્ગજ નેતાઓ પણ ભાગ લેશે. એની સાથે પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, વામ મોર્ચાથી વિમાન બોસને પણ શપથવિધિ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ અપાયું છે.મમતા બેનર્જી પોતે નંદીગ્રામથી ચૂંટણી હારી ગયા હતા, પરંતુ તે ત્રીજીવાર બંગાળના CM બનવા જઈ રહ્યા છે. જોકે, 66 વર્ષીય મમતા બેનર્જીને બીજી કોઈ સીટ પરથી ચૂંટણી લડવી પડી શકે એમ છે. આની પહેલા મમતાએ 20મે 2011ના રોજ પ્રથમવાર અને 27મે 2016ના રોજ બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

    બંગાળે સતત 1950થી 17 વર્ષો સુધી કોંગ્રેસને સત્તા સોંપી હતી, પરંતુ રાજ્યમાં રાજકીય હોબાળાઓ થવા લાગ્યા ત્યારે તેઓએ 1977માં લેફ્ટિસ્ટને ચૂંટ્યા હતા. ત્યારપછી બંગાળે લેફ્ટને સાત ચૂંટણીમાં વિજળ અપાવ્યો હતો. લેફ્ટે CPMની આગેવાની હેઠળ પૂર્ણ બહુમતથી 34 વર્ષ સુધી શાસન કર્યું હતું.ભાજપે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રાજ્યમાં કાયદાકીય વ્યવસ્થાનું સંતુલન જાળવવા માટે કેન્દ્રના દળો ત્યાં ગોઠવવાની પણ માંગ કરી હતી. તેની સાથે આ હિંસાની તપાસ CBIને સોંપવાની પણ માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ મંગળવારે હિંસાનો શિકાર બનેલા ભાજપના કાર્યકર્તાઓની મુલાકાત લીધી હતી અને રાજ્યમાં થઈ રહેલી ઘટનાઓનો વિરોધ પણ પ્રગટ કર્યો હતો.

    પ્રધાનમંત્રી મોદીએ પણ રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે કાયદાકીય વ્યવસ્થા અંગે ચિંતા પ્રગટ કરી હતી. રાજ્યમાં ભાજપના 300 કાર્યકર્તાઓ અને નેતાઓએ અસમમાં સ્થળાંતર કર્યું હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ તમામ ઘટનાઓના પગલે મમતા બેનર્જી રાજકીય રીતે ઘેરામાં સપડાઈ ગયા હોય એમ જણાઈ રહ્યું છે. જોકે, તેઓએ રાજકીય શાંતિ બનાવી રાખવા માટે લોકોને અપિલ કરી હતી અને પોતાના કાર્યકર્તાઓ પર પણ હુમલાઓ થયા હોવાની વાત ઉચ્ચારી હતી.

Download Our B K News Today App



Related News