વડોદરામાં અગરબત્તીના કારખાનામાં આગ લાગ્યા બાદ મહિલાઓએ રડતાં રડતાં કહ્યું, 'રોજગારી છીનવાઈ ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવીશું'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 13:02:53
  • Views : 239
  • Modified Date : 2021-03-24 13:02:53

    શહેરના મકરપુરા જીઆઇડીસીમાં અગરબત્તીનું ઉત્પાદન કરતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીમાં આગ લાગતાં મહિલા કર્મચારીઓ ચોધાર આસુંએ રડી પડી હતી. મહિલાઓએ રડતાં.. રડતાં...જણાવ્યું કે, હવે અમારા ઘરનું ગુજરાન કેવી રીતે ચાલશે.

    શ્રીજી અગરબત્તી વર્કસ નામની કંપનીના માલિક સંજયભાઇ છે. આગના બનાવની જાણ થતાં તેઓ ગણતરીની મિનીટોમા આવી પહોંચ્યા હતાં. કંપનીમાં 40 જેટલી મહિલાઓ કામ કરતી હતી. પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થતાં હતા. સવારે 9 કલાકે મહિલાઓ નોકરી ઉપર હાજર થવાના સમયે આવી પહોંચી હતી. કંપની ઉપર આવી પહોચેલી મહિલાઓએ કંપનીને ભડભડ સળગતી જોતા જ સ્તબ્ધ થઇ ગઇ હતી. કેટલીક મહિલાઓ મહિલાઓ પોક મૂકી રડવાનું શરૂ કરી દીધું હતું.

    મીનાબહેન નામની મહિલા કર્મચારીએ જણાવ્યું કે, આ કંપની મારા પરિવારનું ગુજરાન ચાલતું હતું. કંપનીમાં આગ લાગતા હવે અમારુ શું થશે. કોરોના કાળમાં અમોને બીજી નોકરી પણ નહીં મળે. અમારા માથે તો આભ ફાટ્યું. તેવા આક્રદ સાથે મહિલાઓ પોતાની રોજીરોટી છીનવાઇ ગઇ હોવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.સવિતાબેન નામના કર્મચારીએ કંપનીમાં આગ લાગી જતાં ભારે દુઃખ સાથે જણાવ્યું કે, કોરોનાની મહામારી વચ્ચે આ કંપનીએ અમોને અને અમારા પરિવારને રોજગારી પૂરી પાડી છે. આજે અમારી કંપનીમાં આગ લાગતા અમે હવે ઘરનું ગુજરાન કેવી રીતે ચાલશે. હવે અમે શું કરીશું.ઉલ્લેખનીય છે કે, કંપનીમાં અગરબત્તી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા કેમિકલનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.


Download Our B K News Today App



Related News