વિરામ બાદ ફરી કમોસમી વરસાદ વરસ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-03 14:02:11
  • Views : 93
  • Modified Date : 2023-12-03 14:02:11

ભરૂચ : સપ્તાહના વિરામ બાદ ફરીએકવાર કમોસમી વરસાદ વરસ્યો છે. શનિવારે ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં પલટા સાથે મેઘરાજાએ કમોસમી એન્ટ્રી કરી હતી. જિલ્લામાં વરસાદે ધરતીપુત્રોની ચિંતામાં વધારો કર્યો છે.શનિવારે સાંજે ભરૂચ – જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તાજેતરના કમોસમી વરસાદના નુકસાનમાંથી ખેડૂતો બહાર આવવા પ્રયાસ કરી રહયા હતા તે વચ્ચે ફરીએકવાર કમોસમી વરસાદ કહેર બનીને ત્રાટક્યો હતો. ભરૂચ જિલ્લામાં ધોમધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચ – અંકલેશ્વરમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. કમોસમી વરસાદના કારણે તુવેર અને કપાસના ખેડૂત ચિંતાતુર બન્યા હતા. વાતાવરણમાં થડક પ્રસરી હતી.

Download Our B K News Today App



Related News