વરસાદના વિરામ બાદ ફરી અમદાવાદના વાતાવરણમાં પલટો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-20 14:08:32
  • Views : 121
  • Modified Date : 2023-08-20 14:08:32

 અમદાવાદમાં વરસાદના વિરામ બાદ ફરી એક વાર શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ છે. તેમજ શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે બફારાનો માહોલ જોવા મળ્યો છે. શહેરમાં કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.વસ્ત્રાલ વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. વસ્ત્રાલ સાથે ઓઢવ સહિત પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો વડોદરામાં વરસાદના 10 દિવસના વિરામ બાદ ડભોઈ શહેર અને તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જ્યારે મહુડી, ભાગોળ, નવાપુરા, કડિયાવારમાં વરસાદ વરસ્યો છે. રેલવે સ્ટેશન, સિનોર ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે.આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની છે, જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. આજે અને આવતીકાલે રાજ્યભરમાં વરસાદ રહેશે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.જેમાં ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.. તો સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં ગાજવીજની શક્યતા છે.. આ ઉપરાંત ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યના અમુક જિલ્લાના ભાગોમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થશે.. તો આવતીકાલે રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

Download Our B K News Today App



Related News