અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી 19 વર્ષીય યુવક ગુમ થયા બાદ તેની લાશ મહેસાણા જિલ્લાના કડી નજીકથી મળી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-04 12:17:51
  • Views : 68
  • Modified Date : 2024-03-04 12:17:51

મહેસાણા જિલ્લાના કડી નજીકથી નર્મદા કેનાલમાંથી યુવકની લાશમ મળી આવી છે. મૃતક યુવાન અમદાવાદના ચાંદખેડાનો મિલન સુથાર હોવાનું સામે આવ્યુ છે. મિલન સુથારની તેના પાડોશમાં જ રહેતા એક યુવકે કરી હોવાની દીશામાં પોલીસે તપાસ શરુ કરી છે. યુવક મિલન સુથાર ગત 29 ફેબ્રુઆરીથી ગુમ હતો. ત્યાર બાદથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.બીજી તરફ તેનો પાડોશી મિત રબારી નામના યુવક અને તેના પરિવારજનો પણ ઘરને તાળા મારીને ક્યાંક ચાલી ગયા હતા. મિલનની લાશ કેનાલમાંથી મળી આવ્યા બાદ, તેની પર ઇજાના નિશાન હોવાને લઈ હત્યાની દીશામાં પોલીસે તપાસ શરુ કરી છે. મિત રબારીને લઇ પોલીસે હવે તપાસ શરુ કરી છે.

Download Our B K News Today App



Related News