મહેસાણાના બહુચરાજીમાં 7 ઈંચ વરસાદ ખાબકતાં APMCમાં પડેલી જણસી પલળી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-01 14:11:05
  • Views : 96
  • Modified Date : 2023-07-01 14:11:05

 ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. લગભગ સમગ્ર રાજ્યમાં વરસાદ નોંધાયો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે મહેસાણાના બહુચરાજીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે APMCમાં પડેલી જણસી પલળી ગઈ છે. જણસી પલળી જતાં વેપારીઓને અંદાજે 5 કરોડથી વધુ નુકસાનની આશંકા છે.બહુચરાજીમાં 7 ઇંચ વરસાદ ખાબકતાં રેલવે અંડર પાસ સહિત અનેક રોડ પાણીમાં ગરકાવ થયા છે. બહુચરાજીથી શંખલપુર તરફ જવાના રસ્તા પર પાણી ભરાયા છે. તો ભારે વરસાદના કારણે ડોડીવાડા, આદિવાડા સહિત ગામને જોડતો રસ્તાઓ પણ બંધ થયા છે.

Download Our B K News Today App



Related News