અભ્યાસ છોડ્યાના 30 વર્ષ પછી ફરી પકડી ચોપડી, 52 વર્ષ ની ઉમરે પ્રદીપકુમાર સિંહ 98.98 પર્સન્ટાઈલ સાથે પાસ કરી NEETની પરીક્ષા.

  • Published By :
  • Published Date : 2022-09-09 17:11:52
  • Views : 241
  • Modified Date : 2022-09-09 17:11:52

પ્રદીપ કુમાર સિંહે 1987માં ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં 71 ટકા મેળવ્યા હતા. દિલ્હી યુનિવર્સિટીમાંથી તેમણે બેચલર ઈન આર્ટ્સ (ઈકોનોમિક્સ)ની ડિગ્રી મેળવી હતી. તેમણે દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી બિઝનેસ ઈકોનોમિક્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. બુધવારે રાત્રે જ્યારે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)નું રિઝલ્ટ ઓનલાઈન જાહેર થયું ત્યારે પ્રદીપ કુમાર સિંહ ના મનને શાંતિ થઈ. જે સપનું તેમણે લાંબા સમયથી સેવ્યું હતું આખરે તેને પૂર્ણ કરવાનો સમય હવે આવી ગયો છે . બોડકદેવમાં રહેતા 52 વર્ષીય બિઝનેસમેન 30 વર્ષ પહેલા જ સક્રિય અભ્યાસ છોડી ચૂક્યા હતા છતાં NEETની પરીક્ષામાં તેમણે 720માંથી 607 માર્ક્સ મેળવ્યા છે. પરીક્ષામાં તેઓ સારા ગુણ સાથે ઉત્તીર્ણ થયા છે ત્યારે કોઈને પણ એવું જ લાગે કે 'વ્હાઈટ કૉલર' જોબ માટે તેમણે આટલી મહેનત કરી હશે પરંતુ હકીકત કંઈક અલગ જ છે. પ્રદીપ કુમાર સિંહનો ઉદ્દેશ છે કે તેઓ ગરીબ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે NEETનું કોચિંગ આપે જેથી તેઓ આ પરીક્ષા પાસ કરીને ડૉક્ટર બની શકે.

Download Our B K News Today App



Related News