197 દિવસ અને રૂ.7.5 કરોડના નુકસાન પછી કાંકરિયા આજથી શરૂ, માસ્ક વિના પ્રવેશ નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-01 11:57:36
  • Views : 321
  • Modified Date : 2020-10-01 11:57:36

      કોરોનાના કારણે 17 માર્ચથી બંધ કરાયેલા કાંકરિયા પ્રાણી સંગ્રહાલય, બટર ફ્લાય ગાર્ડ સહિત જે જગ્યાઓ ખુલ્લી છે તે આજથી ખુલ્લી મુકાશે. લગભગ 197 દિવસ બંધ રહેલા કાંકરિયા લેકફ્રન્ટને અંદાજે 7.5 કરોડનું નુકસાન થયું છે. કાંકરિયામાં માસ્ક વિના કોઈને પ્રવેશ આપવામાં નહીં આવશે. લેકફ્રન્ટમાં નાસ્તાના સ્ટોલ અને પાણીમાં અન્ય એમ્યુઝમેન્ટ હમણાં ચાલુ નહીં થાય. પ્રાણી સંગ્રહાલયને ધ્યાને લઈ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં તમામ વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવ્યા છે. સ્ટાફના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.

શું તકેદારી રખાશે: 1, 3 અને 4 નંબરના દરવાજેથી એન્ટ્રી મળશે

  • માત્ર 1,3 અને 4 નંબરના દરવાજેથી જ એન્ટ્રી મળી શકશે
  • 1000 મુલાકાતીઓ જ એક તબક્કામાં પ્રવેશ અપાશે, જે પૈકી જેટલા મુલાકાતીઓ બહાર નીકળશે તેટલા બીજા મુલાકાતીઓને પ્રવેશ અપાશે.
  • કિડઝ ઝોન સહિતના અન્ય તમામ આકર્ષણો પણ હજુ બંધ જ રહેશે.
  • મુલાકાતીનું ટેમ્પરેચર મપાશે, હાથ સેનિટાઇઝ કરાશે, માસ્ક પહેરેલું હશે તો જ પ્રવેશ અપાશે.
  • મુલાકાતીઓએ પોતાનો નાસ્તો અને પાણીની બોટલ પણ ઘરેથી સાથે લાવવી પડશે, કાંકરિયામાં કોઇ વસ્તુનું વેચાણ થશે નહીં.

વોકિંગને મંજૂરી, પણ કસરત નહીં કરી શકાય
કાંકરિયા લેકફ્રન્ટમાં આજથી ચાલવા આવનાર માટે પણ મંજૂરી આપવામાં આવી છે. જોકે તેમને કસરત કરવાની કે બેસવાની પરવાનગી નહીં આપવામાં આવે. તેમણે માસ્ક ફરજિયાત પહેરવો પડશે અને થૂંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News