શિહોરીમાં રૂા. રપ હજારના અફીણ સાથે શખ્સ ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-02 11:08:38
  • Views : 351
  • Modified Date : 2020-12-02 11:08:38

શિહોરીમાં મોટર સાયકલ ઉપર માદક પદાર્થનો જથ્થો લઈને જતાં એક શખ્સને એસ.ઓ.જી. પોલીસે ઝડપી લીધો છે. રૂ. રપ હજાર
ઉપરાંતનો પ૦૮ ગ્રામ જથ્થો કબજે લઈને આ શખ્સ વિરૂધ્ધ નાર્કોટીક્સ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
સરહદી રેન્જના આઇ.જી.પી.જે.આર. મોથલીયા, પોલીસ અધીક્ષક તરૂણકુમાર દુગ્ગલની રાહબરી હેઠળ માદક પદાર્થો શોધી કાઢવાની અપાયેલ સુચના આધારે સોમવારે પોસઈ.એચ.એલ.જોષી ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે શિહોરી ટાઉનમાં એક ઈસમ પોતાના મોટર સાયકલ ઉપર માદક પદાર્થ અફીણ લઈ આવનાર છે. જે માહિતી આધારે એસ.ઓ.જી પોલીસ ટીમના પોલીસ
ઇન્સ્પેક્ટર ડી.આર. ગઢવી તથા એસ.ઓ.જી પોલીસના માણસોએ સ્થળ ઉપર આવી વોચ ગોઠવી હતી. દરમિયાન રાજેશકુમાર મનસુખભાઈ રાજગોરને તેના મોટર સાયકલ નંબર જીજે.૦૮. એડી.૦૩૪૭ ઉપર માદક
પદાર્થ અફીણ ૫૦૮ ગ્રામ કિંમત રૂપિયા ૨૫ હજાર ચારસોનો લઈ આવતા તેને ઝડપી લીધો હતો. અને તેની વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ મુજબ શિહોરી
પો.સ્ટે.માં ગુનો નોંધાયો હતો.

Download Our B K News Today App



Related News