અમીરગઢ બોર્ડર પરથી ગેરકાયદેસર અફીણ ઝડપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-01 11:38:37
  • Views : 477
  • Modified Date : 2020-06-01 11:38:37

સમગ્ર દેશમાં લોકડાઉન હોવા છતાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તત્વો શાંત થયા નથી. જેમાં ગતરોજ બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર
પરથી અફીણની હેરાફેરી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી
પાડ્‌યા હતા. ગુજરાત રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાની બોર્ડર
પરથી અનેકવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોને પોલીસ પકડી પાડે છે. ત્યારે અત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન હોવા છતાં પણ આવા તત્વો
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા બંધ કરી નથી. જેમાં રાજસ્થાનથી મુંબઈ એક કારમાં અફીણનો જથ્થો જતો હોવાની બાતમીના આધારે અમીરગઢ બોર્ડર પર વોચ ગોઠવી હતી. તે દરમ્યાન રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહેલી એક સ્વીફ્‌ટ કાર શંકાસ્પદ જણાતા એસઓજીની ટીમે ઉભી રખાવી તલાસી લેતા તેમાંથી અઢી કિલો અફીણનો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર ચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી છે, અને અફીણનો જથ્થો અને કાર સહિત ૪.૬૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે .


Download Our B K News Today App



Related News