દિયોદરમાં સ્ટેમ્પ વેન્ડર અને ઝેરોક્ષ વાળાઓની એફિડેવિટના નામે લૂંટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-06 11:23:55
  • Views : 556
  • Modified Date : 2019-09-06 11:23:55

ગામડેથી સરકારી કામકાજ અર્થે આવતા ગરીબ પ્રજાને સવલત રહે એ હેતુએ દિયોદરમાં ૯ જેટલા સ્ટેમ્પ વેન્ડરના લાયસન્સ આપ્યા છે. જે કાયદાના વિરૂધ્ધ સ્ટેમ્પનો કિંમતથી વધુ રૂપિયા અરજદારો પાસેથી ખખેરી રહ્યા છે. ત્યારે ટાઈપ કરતા ઝેરોક્ષ વાળાઓ તો ૫૦નું સોગંદનામું ઉધડ ૨૫૦ માં વ્યક્તિની ગેર હાજરીમાં ખુલ્લેઆમ કરીને આપી રહ્યા અને ખુલ્લેઆમ મામલદાર અને પ્રાંત કલેકટરને પડકાર કરી રહ્યા છે. થાય એ કરો આ બધું તો થાવાનું જ ત્યારે એક સવાલ ઉભો થાય છે કે સરકારે સોગંદનામામાં  સરળતા રહે તે માટે નોટરીઓની નિમણુંક
આપી છે. ૫૦ના એક સ્ટેમ્પ ઉપર ૨૦ રૂપિયા ટીકીટ અને ૧૫ ફનું ધોરણ નકકી કરેલ છે ત્યારે ટાઈપના ૧૦ નક્કી કરેલ છે. તે મુજબ સ્ટેમ્પનું સોંગદનામું ૯૫ રૂપિયામાં પડે જેની કિંમત ગરીબ અભણ પ્રજા પાસેથી ૨૫૦ જેટલી માતબર રકમ વસૂલી રહ્યા છે. તો આવા સ્ટેમ્પ વેન્ડર અને ઝેરોક્ષ તેમજ
નોટરીઓના નામે ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહેલા ત્રિપુટીઓ વિરુદ્ધ મામલદાર, પ્રાંત કલેકટર કોઈ પગલાં ભરશે કે કેમ કે
પછી પત્રમ પુષ્પમ. ગરીબ પ્રજાને લૂંટતી બચાવાય તેવી લોક માંગ છે.

Download Our B K News Today App



Related News