પાલનપુરમાં ટાયર પંચરની દુકાનમાં આગ લાગતા અફરાતફરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-09 12:19:49
  • Views : 618
  • Modified Date : 2020-04-09 12:19:49

પાલનપુર ખાતે બનાસડેરી નજીક મંગળવારે સાંજના સુમારે ટાયર પંચરની દુકાનમાં એકાએક આગ લાગતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જ્યાં દોડી આવેલા
પાલનપુર પાલિકાના ફાયર ફાયટર તેમજ બનાસડેરીની ફાયર સિસ્ટમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
પાલનપુરમાં બનાસડેરી નજીકના માર્ગ પાસે ટાયર
પંચરની દુકાન આવેલી છે. જેમાં મંગળવારે એકાએક આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધુ હતુ. ટાયરો સળગી ઉઠતાં ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં ચઢ્યા હતા. જે શહેરમાં દૂર દૂર સુધી દેખાતા લોકોએ મોટી હોનારત સર્જાઈ હોવાનું માની ફોન દ્વારા એક બીજાની પુરચ્છા પણ કરી હતી. આગની જાણ કરવામાં આવતા પાલનપુર
પાલિકાના ફાયર ફાયટર સાથે દોડી ગયેલા સ્ટાફે તેમજ ડેરીના સ્ટાફે તેમની ફાયર સિસ્ટમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આગ લાગી તે સ્થળની નજીક જ પેટ્રોલ પંપ આવેલો હોવાથી રખેને આગ પ્રસરે તો મોટી હોનારત થવાની ભીતિથી ઉપસ્થિત લોકોમાં ભયનું લખલખું પસાર થઈ ગયું હતું. જોકે, ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આગ લાગવાનું કારણ જાણી શકાયું ન હતું.

Download Our B K News Today App



Related News