એક્સપાયર ડેટના ફર્સ્ટ એઇટ કીટનું વિતરણ બસમાં મૂકાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-27 19:54:47
  • Views : 463
  • Modified Date : 2019-06-27 19:54:47

રાજ્ય સરકારનો ઉત્તમ પ્રયાસ લોકોને મુસાફરીમાં સરળતા અને સારી સુવિધાયુક્ત બસો રોડ પર લાવી રહી છે અને હવે ડિજિટલ યુગ સમય મુજબના નવીન ડેપોના નિર્માણ થકી સમગ્ર દેશમાં નામના પાત્ર એસ.ટી.નિગમ ગુજરાત છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં એસ.ટી.અમારી સલામતી સવારી અને હાથ ઊંચો કરો ને બસમાં બેસો જેવા સ્લોગન થકી એસ.ટી. સેવાને રાજ્ય સરકાર છેક છેવાડે સામાન્ય અને ગરીબ મુસાફર જનતાને મુસાફરીમાં કોઈ તકલીફ ન પડે તેનું ચોક્કસ કામ કરી રહી છે. દિયોદર એસ.ટી.બસોમાં  ઘણાં લાંબા સમયથી એક તો ફર્સ્ટ એઇડની કીટો ન હતી અને બસોમાં  તો તેને રાખવામાં આવતા બોક્સ પણ ગાયબ હતા. ત્યારે  દિયોદર એસ.ટી. ડેપોમાં દુર્ગા મેડિકલ એજન્સીની એક્સપાયર થયેલી ફર્સ્ટ એઇડ કીટોનું વિતરણ કરાયું હતું. જે મુસાફર જનતા માટે ક્રૂર મજાક કરી રહ્યું હોય તેવું દિયોદર ડેપોમાં વહીવટીતંત્ર દ્વારા થઈ રહ્યું છે.  આ એક્સપાયર થયેલી ફર્સ્ટ એઇડ કીટો બસોમાં રાખવા માટે કેમ આપી ?  કેટલું કમિશન મેળવ્યું હશે ? વહીવટી અધિકારીએ પોતાની નોકરી જોખમમાં મૂકી એક્સપાયર ફર્સ્ટ એઇડની કીટો દિયોદર ડેપોમાંની બસોમાં મુકવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયાં હતા. ત્યારે બનાસકાંઠા  પાલનપુર વિભાગીય એસ.ટી. નિગમના ડી.સી. ઘટતું કરીને દિયોદર ડેપો સંચાલિત બસોનું ચેકિંગ કરીને ખરીદ અધિકારી અને વિતરણ અધિકારી એકક્ષપાયર ફર્સ્ટ એઇડ કીટ હોવા છતાં વિતરણ કરેલી જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જનમાંગ ઉઠવા પામી છે.


Download Our B K News Today App



Related News