કચ્છમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું હવાઈ નિરીક્ષણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-17 16:35:17
  • Views : 108
  • Modified Date : 2023-06-17 16:35:17

જે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પહોંચ્યા હતા જે દરમ્યાન વાવાઝોડાની અસરના પગલે પરિસ્થિતિનો તાત મેળવ્યો હતો. ખાસ કરીને ભારત સરકારના સંબંધિત અધિકારીઓ, ગુજરાત સરકારના અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તમામ પ્રકારની મદદ આપવા માટે તાકીદ કરી હતી. શેલ્ટર હોમામાં ખસેડાયેલા લોકોની મુલાકાત લીધી હતી. જે બાદ અમિત શાહે હેલિકોપ્ટર મારફરતે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જે દરમ્યાન કેન્દ્ર સરકારે આ કુદરતી આફત માટે ગુજરાતને પોતાનો સંપૂર્ણ સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી.બિપરજોય વાવાઝોડા સમયે કચ્છમાં જોરદાર પવન ફૂંકાયો હતો જેના કારણે ઠેરઠેર વિનાશના દ્રશ્યો જોવા મળ્યા હતા. અંજાર અને મુન્દ્રામાં અનેક વિસ્તારોમાં મોટા-મોટા વૃક્ષ જમીનદોસ્ત થઈ ગયાં છે. હાલ રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી ચાલુ. જે તમામ કામગીરીનું હવાઈ નિરીક્ષણ ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News