ધાનેરાના વેપારીઓએ ધાનેરા બંધના એલાનને સફળ બનાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-30 10:57:45
  • Views : 613
  • Modified Date : 2020-05-30 10:57:45

ધાનેરા ખાતે માથાભારે વ્યાજખોરો દ્વારા ગરીબ લોકોને લલચાવી ફોસલાવી વ્યાજે
રૂપિયા આપી તેનુ ૨૦ થી ૩૦ ટકા વ્યાજ લગાવી તેમજ
પેનલ્ટીઓ વસુલ કરતા હોય છે અને તેવા લોકો ના ભરી શકે તો તેમના ઘર, દુકાન, ખેતરો પણ પડાવી લેતા હોય છે. આવા લોકો સામે ધાનેરાના અગ્રણી લોકો તેમજ મોટા ભાગના સંગઠનો દ્વારા બેઠક કરીને આવા ઇસમો સામે પાસા કરવા માટે આવેદનપત્ર આપ્યુ હતુ અને તેમાં ધાનેરા બંધ માટે પણ જણાવવામાં આવતા ધાનેરા પ્રાંત અધિકારી તેમજ
ના.પોલીસ અધિક્ષક દ્વારા ધાનેરાના હિન્દુ, મુસ્લિમ લોકોની શાંતિ સમિતીની બેઠક બોલાવી હતી.
તેમાં પોલીસ દ્વારા આવા આરોપીઓને ઝડપી લેવાની ખાત્રી આપી હતી. જેથી કેટલાક અગ્રણીઓ દ્વારા બંધના એલાનને બંધ રાખવા નક્કી કરવામાં આવ્યુ હતુ. પરંતુ ધાનેરાના તમામ હિન્દુ- મુસ્લિમ સમાજના લોકોએ પોતાની દુકાનો સ્વેચ્છાએ બંધ રાખી હતી. જેથી ધાનેરા પોલીસ ઈન્સ્પેકટર અને તેમની ટીમ દ્વારા આ વેપારીઓને દુકાનો ખોલાવવા માટે સમજાવવામાં આવ્યા હતા. પરંતુ વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખીને ભારે વિરોધ દર્શાવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જિલ્લાની વિવિધ સેલની ટીમો તેમજ
પોલીસવડા પણ ધાનેરા ખાતે દોડી આવ્યા હતા અને પોલીસ દ્વારા પણ આ ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોને પકડી લીધા હતા અને તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News