એકતા કપૂરના વિરોધમાં ડીસા વિશ્વ હિન્દુ પરિષદે આપ્યું આવેદનપત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-13 11:53:56
  • Views : 515
  • Modified Date : 2020-06-13 11:53:56

બોલીવુડ ડાયરેક્ટર એકતા કપૂર દ્વારા તાજેતરમાં જ દેશના સૈનીકોના વિરુદ્ધમાં ટિપ્પણી કરતા ડીસામાં વિશ્વ હિન્દુ
પરિષદના કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
આજનો યુવાધન બોલીવુડની દુનિયામાં ખાસ ખોવાયેલ જોવા મળે છે. ત્યારે ક્યારેક ડાયરેક્ટરો દ્વારા ભારતીય સંસ્કૃતિના વિરોધમાં ફિલ્મ બનાવવામાં આવતા લોકો તેનો વિરોધ દર્શાવતા હોય છે. થોડા સમય પહેલા સંજયલીલા ભણસાણી દ્વારા ફિલ્મ પદ્મવત અને રામલીલા ફિલ્મ બનાવતાની સાથે જ અનેક વિરોધો થયા હતા. આ વિરોધ એટલા ભયાનક હતા કે દેશમાં અનેક જગ્યાઓ પર આગ લગાડવાની ઘટનાઓ, રોડ ચક્કાજામ કરવાની ઘટનાઓ, ધરણાઓ તેમજ અનેક પ્રકારના ફિલ્મ રિલીઝ ન કરવા માટેના આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. બોલીવુડની ડાયરેક્ટર એકતા કપૂર દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલ વેબ સિરીઝ "ટ્રિપલ એક્સ અનસેન્સર્ડ ટુ" કે જેમાં ભારતીય સેનાનું અને તેમના પરિવારજનોનું
અપમાનજનક ચિત્રણ કરી સેનાના જવાનોનું અને તેમના
પરિવારજનોનું મનોબળ તોડવાનું કૃત્ય કરવામાં આવ્યું છે. જેનો વિરોધ બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કરી અને ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં આ વેબ સિરીઝ પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મુકવામાં આવે જેનાથી ભવિષ્યમાં આવી કોઈ સિરીઝ બનાવવામાં ન આવે. બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરતાઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી અને દેશની રક્ષા કરતા સૈનિકોના વિરોધમાં ચિત્રણ દોરનાર એકતા કપૂરને સજા કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. ત્યારે આગામી સમયમાં જો આ બાબતે કોઈ જ પગલાં ભરવામાં નહી આવે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. 

Download Our B K News Today App



Related News