અમીરગઢના ઇશવાની અને સોનાવાડી ગામ ચોમાસા દરમિયાન થઈ જાય છે એકબીજાથી સંપર્ક વિહોણા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-05 12:18:00
  • Views : 339
  • Modified Date : 2020-09-05 12:18:00

બનાસકાંઠાના અતિપાછત ગણાતા અમીરગઢ તાલુકામાં આઝાદીને ૭૩ વર્ષ થયા છતાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવતા પછાત વર્ગના લોકો ક્યારે આઝાદ થશે તે પ્રશ્ન લોકો સત્તાધારી પક્ષને કરી રહ્યા છે. આવું જ એક ઉદાહરણ ઇશવાની અને સોનાવાડી ગામનું છે. આ બંને ગામો વચ્ચે એક નદીનો ભાગ
પસાર થઈ રહ્યો છે. જેને પાર કરી એકથી બીજા ગામ જવાય છે. એક હોળો આવેલ છે, જેના ઉપરથી પસાર થવા માટે નાના નાળા મૂકી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે. પરંતુ વરસાદના વહેણમાં માટીના
પિરામીડોની જેમ બધા નાળાઓ તૂટી ગયા છે અને રસ્તો પણ ધોવાઈ ગયેલ છે. આથી લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે અને આ બે ગામ એકબીજાથી સંપર્ક વિહોણા બની જાય છે. જ્યારે તાલુકા મથક અમીરગઢ આવવા માટે કલેડી નદી વચ્ચે આવે છે. જેના પર રપટ બનાવવામાં આવેલ છે. પરંતુ નદીમાં પાણી આવે છે ત્યારે
રપટ ઉપરથી પાણી વહેતું હોવાથી લોકો તાલુકા મથકેથી વિખુટા પડ્યા છે.
ચારસોથી વધારે ઘરોને આ મુશ્કેલી પડી રહી હોવા છતાં આ વિસ્તારના લોકોની માંગને અભરાઈએ ચડાવી દેવામાં આવી છે. જેથી હવે ગામલોકો પોતાની જાતે જ રસ્તો સુધારવા માટે આગળ આવ્યા છે.
રાજકીય નેતાઓને પાઠ ભણાવવા માટે હવે રસ્તો નહી તો વોટ નાહીના જવાબો
આપવા ગામલોકો તત્પર છે.

Download Our B K News Today App



Related News