એક સમયે પી.ચિદમ્બરમ ગૃહમંત્રી હતા ત્યારે અમિત શાહ જેલમાં ગયા હતા, હવે ચિદમ્બરમનો વારો?એક સમયે પી.ચિદમ્બરમ ગૃહમંત્રી હતા ત્યારે અમિત શાહ જેલમાં ગયા હતા, હવે ચિદમ્બરમનો વારો?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-21 12:52:36
  • Views : 970
  • Modified Date : 2019-08-21 12:52:36

 INX કૌભાંડમાં પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી.ચિદમ્બરમની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે હાલ ગૃહમંત્રી તરીકે અમિત શાહ હોદ્દો સંભાળી રહ્યા છે. ચિદમ્બરમ અને અમિત શાહ વચ્ચે ગૃહમંત્રીપદનો એક અનોખો સંયોગ સર્જાયો છે. કેમ કે, અગાઉ પી.ચિદમ્બરમ કેન્દ્રીય ગૃહમંત્રી હતા તે સમયગાળા દરમિયાન અમિત શાહ એન્કાઉન્ટર કેસમાં તડીપાર થયા હતા. જ્યારે હાલ તરીકે ગૃહમંત્રી અમિત શાહ છે અને પી.ચિદમ્બરમની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે.2008થી 2012 સુધી ચિદમ્બરમ કેન્દ્રીય ગૃહમંત્રી રહ્યા કેન્દ્રમાં ડૉ.મનમોહનસિંઘની સરકાર સમયે વર્ષ 2008માં મુંબઈ પર આતંકી હુમલો થયા બાદ તત્કાલીન ગૃહમંત્રી શિવરાજ પાટીલની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. જેને પગલે પી.ચિદમ્બરમને 30 નવેમ્બર 2008ના રોજ ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2009માં બીજીવાર સત્તાના સૂત્રો સંભાળનારી ડૉ.મનમોહનસિંઘની સરકારમાં પણ પી.ચિદમ્બરમને જ ગૃહમંત્રી તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા. આમ પી.ચિદમ્બરમનો ગૃહમંત્રી તરીકેનો કાર્યકાળ 30 નવેમ્બર 2008થી 31 જુલાઈ 2012 સુધી ચાલુ રહ્યો હતો.અમિત શાહની 2010માં ધરપકડ અને હવે ચીદમ્બરમનો વારોજ્યારે પી.ચિદમ્બરમના કેન્દ્રીય ગૃહમંત્રી પદના કાર્યકાળ દરમિયાન સોહરાબુદ્દીન શેખ કથિત ફેક એન્કાઉન્ટર કેસમાં કથિત સંડોવણી બદલ સીબીઆઈએ 25 જુલાઈ, 2010ના રોજ અમિત શાહની ધરપકડ કરી હતી. ત્યાર બાદ અમિત શાહને ત્રણ મહિનાના જેલવાસ બાદ 29 ઓક્ટોબર, 2010ના રોજ જામીન મળ્યા અને ઓક્ટોબર 2010થી સપ્ટેમ્બર 2012 સુધી તેમને ગુજરાતમાંથી હદપાર પણ કરવામાં આવ્યા હતા. પરંતુ લાંબી કાયદાકીય લડાઈ પછી 30 ડિસેમ્બર, 2014ના રોજ સીબીઆઈ કોર્ટે તેમને આ કેસમાંથી ડિસ્ચાર્જ કર્યાં હતાં. લોકસભા ચૂંટણી 2019માં નવી મોદી સરકારમાં અમિત શાહને કેન્દ્રીય ગૃહમંત્રી બનાવવામાં આવ્યા. આમ અમિત શાહના ગૃહમંત્રી પદ દરમિયાન પી.ચિદમ્બરમની ધરપકડ થવાની તૈયારીઓ છે અને તેમની સામે લૂકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News