પાલનપુરમાંથી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સની અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-20 11:14:38
  • Views : 629
  • Modified Date : 2020-02-20 11:14:38

બનાસકાંઠા એલસીબી
પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે સમયે પાલનપુર એરોમા સર્કલ પાસેથી કારમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સની અટકાયત કરી રૂ.૨.૭૦ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. તેમજ કાર મુકી ભાગી ગયેલ શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
બનાસકાંઠામાં કેટલાંક બુટલેગરો દ્વારા ખાનગી રીતે દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની ફરિયાદોના
પગલે ભુજ બોર્ડર રેન્જના સુભાષ ત્રિવેદી અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલ દ્વારા તમામ પોલીસ સ્ટેશનને દારૂના કેસ  શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે પાલનપુર એલસીબી પી.આઇ. એચ.
પી.પરમાર સ્ટાફના નરેશભાઇ, દિગ્વિજયસિંહ, મહેરભાઇ, દિનેશભાઇ, પ્રવિણભાઇ સહિતના સ્ટાફ સાથે
પાલનપુરમાં પેટ્રોલિંગમાં હતા. તે સમયે બાતમી મળી હતી કે કારમાં વિદેશી દારૂ આવી રહ્યો છે. જેના પગલે પાલનપુર એરોમા સર્કલ પાસે એલસીબી
પોલીસેની ટીમે નાકાબંધી કરી હતી. તે સમયે એક શંકાસ્પદ એસન્ટ કાર નંબર જી.જે.૨૪.એ.એફ.૮૯૯૫ને રોકાવા જતા પોલીસને જોઇ ચાલક કાર મુકી ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ કારની તલાશી લેતા કારમાંથી દારૂ તેમજ બિયરની બોટલ નંગ ૬૧૨ કિંમત રૂ.૬૭,૨૦૦નો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર ચાલકની બાજુમાં બેઠેલા પ્રવિણજી રાઉજી ઠાકોર રહે. દેથળી તા.સિધ્ધપુરની અટકાયત કરી દારૂ, કાર, મોબાઇલ સહિત રૂ.૨,૭૦,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ પ્રસરી ગયો હતો.

Download Our B K News Today App



Related News