એક મહિના બાદ બી.કે.ન્યૂઝના અહેવાલ બાદ સુધામાતા-દિયોદર બસ પુનઃશરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-05 12:53:44
  • Views : 935
  • Modified Date : 2019-07-05 12:53:44

દિયોદર -સુધામાતા બસ એક મહિનો સુપ્રસિદ્ધ યાત્રાધામને જોડતો રૂટ કેમ બંધ કર્યો હતો. જોરદાર આવક ધરાવતો અને ગુજરાત રાજસ્થાન જોડાયેલી બસ બંધ કરવા પાછળનો હેતુ શુ હતો. આ બસ ચાલુ  ન રહે તેમ કોણ ઇચ્છી રહ્યું છે. માતાના દરબારમાં જતા યાત્રાળુઓને એક મહિનો ભારે તકલીફો વેઠી તે વહીવટી તંત્રની બેજવાબદારી ભર્યો વહીવટ હોવાનું ફલિત થયું.ગુજરાત સરકાર હંમેશા પ્રજાને સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે સતત યોગ્ય દિશામાં કામ કરી રહી છે. ત્યારે દિયોદર એસ.ટી. ડેપોમાં અધળા વહીવટ તળે સલામત સવારી એસ.ટી. અમારી એ વાક્ય કઈ રીતે સાચું  કહેવાય.  દિયોદર એસ.ટી.ડેપોમાં ઉલટી ગંગા વહી રહી છે. દિયોદર ડેપોમાં સંચાલિત બસોના સિડયુલો ગામે ત્યારે રદ્દ થતું હોય છે. ત્યારે કઈ રીતે સલામત સવારી એસ.ટી. અમારી આ સ્થિતિ દિયોદર  ડેપોમાં સંચાલન થઈ રહ્યું છે. ત્યારે ટૂંક સમય પૂર્વે દિયોદર ખાતેના અમારા બી.કે.ન્યૂઝ બ્યુરોના ધ્યાને આવતા દિયોદર ડેપોમાં અનેક સિડયુલો રદ્દ થઈ રહી અને સુપ્રસિદ્ધ યાત્રાધામ સુધામતાજીના રૂટ ઉપર દોડતી બસ બંધ કરાયેલી જે બાબતે સમાચારો પ્રકાશિત કરતા સફાળું દિયોદર એસટી ડેપોમાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને બંધ થયેલી સિડયુલો ચાલુ કરી હતી. જેનો સમયનો ફેરફાર કરાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.   આ ઉપરાંત દિયોદર-સુંધા બસ  દિયોદર, ડીસા, પાંથાવાડા, રાનીવાડા થઈ સુંધા પોહોંચી રહી છે. જો આ બસને દિયોદર રૈયા, ઓઢા, ફોરણા, સોની, જાલોઢા, વાતમ, લાખણી, ધાનેરા, રાનીવાડા થઈ સુધા રૂટ ઉપર ચલાવવામાં આવે તો આ રૂટ ઉપર ડેપોમાં આવકનો સ્ત્રોત વધે અને ઉપરોક્ત રૂટના મુસાફર જનતાનું સિધુ રિલેશન રાજસ્થાન ધરાવતા હોય અને માતાજીના ભક્તગણ પણ વિશેષ હોઈ મુસાફર જનતાને ફાયદો થઈ શકે તેમ હોવાનું જાણવા મળે છે. ત્યારે મોડે મોડે પણ યોગ્ય નિર્ણય લઈ રૂટ ફેરફાર કરીને બસ રાબેતા મુજબ ચાલુ રહે તે જરૂરી આમ ભલે ૧દોઢ મહિના બાદ સુધામાતા-દિયોદર બસ પુનઃ શરૂ થતા મુસાફરોમાં આનંદ છવાયો.


Download Our B K News Today App



Related News