ધણપ ગામમાં કોરોનાનો બ્લાસ્ટ, એક જ દિવસમા ૩૬ કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-04 11:30:55
  • Views : 344
  • Modified Date : 2021-04-04 11:30:55

રાજ્યમાં કોરોના નગ્ન નાચ કરી રહ્યો છે. શહેર બાદ હવે ગામડામાં કોરોના દસ્તક દઇ ચૂક્યો છે. ત્યારે ગાંધીનગર તાલુકાના ધણપ ગામમાં એક દિવસે ૩૬ કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે. એક દિવસમાં ૧૬૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ગામના ૩૬ અને બહારથી આવેલા ૯ લોકો પોઝેટીવ આવ્યા હતા.
કોરોના વાઇરસ હવે કાબુ બહાર જઇ રહ્યો છે. ગુજરાત બહારના રાજ્યો દ્વારા આંશિક લોકડાઉન કરવામાં આવી રહ્યુ છે. ગામડામાં લોકો કોરોનાનો રીપોર્ટ કરાવવા લાગ્યા છે. ત્યારે ગાંધીનગર તાલુકાના ધણપ ગામમાં આજે ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમા કુલ ૧૬૩ લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાંથી ૩૬ લોકો ગામના અને અન્ય ૯ લોકો બહારથી આવેલા પોઝેટીવ આવ્યા હતા. ઉલ્લેખનિય છેકે, થોડા સમય પહેલા છાલા ગામમાં પણ એક સાથે અસંખ્ય કેસ સામે આવ્યા હતા. કોરોનાના કારણે લોકો ભયભીયત બની રહ્યા છે. ત્યારે હવે તો નાગરિકોની પોતાની સુરક્ષા જ કોરોનાને વધતો અટકાવી શકે છે.

Download Our B K News Today App



Related News