દેશની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીને અનુલક્ષી પાલનપુર મુકામે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 11:32:08
  • Views : 293
  • Modified Date : 2021-03-11 11:32:08

ભારતની સ્વતંત્રતા-આઝાદીના ૭પ વર્ષ પૂર્ણ થવાના અવસર આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો આગામી તા.૧રમી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રારંભ કરાવનાર છે. દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીને અનુલક્ષી પાલનપુર મુકામે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ દેશભક્તિના અવસરની ઉજવણી પ્રસંગે તા.૧૨ મી માર્ચ-૨૦૨૧ના રોજ સવારે- ૧૦.૦૦ કલાકે પાલનપુર મુકામે કાનુભાઇ મહેતા હોલમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ
પરબતભાઇ પટેલના
અધ્યક્ષસ્થાને કોવિડની ગાઇડલાઇન પ્રમાણે કાર્યક્રમ યોજાશે. તેમણે કહ્યું કે,  આ ઉજવણીના આરંભ પ્રસંગે સમગ્ર રાજય અને દેશની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ રાષ્ટ્રભક્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. બેઠકમાં નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલ, પ્રાંત અધિકારી એસ. ડી. ગિલવા અને  હિરેન પટેલ, આરોગ્ય અધિકારી ર્ડા. જીગ્નેશ હરીયાણી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી  પ્રિતેશ સોની સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Download Our B K News Today App



Related News