સુરત ભાજપ દ્વારા અસરગ્રસ્તો માટે પૂર્વ તૈયારી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-14 15:27:02
  • Views : 91
  • Modified Date : 2023-06-14 15:27:02

 ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પર વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. વાવાઝોડુ ગુજરાતને ટકરાશે ત્યારબાદ વિનાશ અને તારાજી સર્જી શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. જેને લઇ આ વાવાઝોડામાં સંભવિત અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે જરૂરી ફૂડ મળી રહે માટે ઈમરજન્સી સહાય કીટ તૈયાર કરવાના આદેશ અપાયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સમગ્ર ગુજરાતના ભાજપના હોદ્દેદારો સાથે વર્ચ્યુઅલ બેઠક કરીને આદેશ આપ્યા હતા.આદેશ અનુસાર તાત્કાલિક સુરત ભાજપ દ્વારા અસરગ્રસ્તો માટે ઇમર્જન્સી કીટ તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવી છે. સુખડી, ચવાણું, દૂધનો પાવડર અને મીણબત્તી સાથેની રાહત કીટ તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે. 15 જૂન બાદ વાવાઝોડું ગુજરાતના કચ્છ તરફ ટકરાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, જેમાં મોટું નુકસાન અને તારાજી સર્જી શકે તેવી તંત્ર દ્વારા શક્યતા વ્યક્ત કરી છે.તંત્ર દ્વારા સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારના અનેક ગામોના લોકોને સ્થળાંતર પણ કરી દીધા છે. ત્યારે વાવાઝોડું ટકરાવાથી અનેક લોકો અસરગ્રસ્ત થઈ શકે છે. જેને લઇ અગમચેતી રૂપે ફૂડ સાથેની સહાય કીટ તૈયાર કરવાની તૈયારી ભાજપ દ્વારા શરૂ કરી દેવાઇ છે.પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તમામ જિલ્લાના હોદ્દેદારો અને પ્રમુખોને મીટીંગ કરી આદેશ કર્યા હતા કે વાવાઝોડાની જે જિલ્લાઓમાં અસર થવાની શક્યતા છે ત્યાંના અસરગ્રસ્તો માટે પૌષ્ટિક આહાર સાથેની ફૂડ કીટ તૈયાર કરવાની છે. જેમાં સુખડી,ચવાણું, દૂધ અને મીણબત્તી સહિતનો સામાન તૈયાર કરવાનું આદેશ કરાયો હતો. સુરત ભાજપ કાર્યાલય ખાતે સૂચના મુજબની સહાય કીટ તૈયાર કરવામાં આવી રહી છે.સુરત ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે સૂચના મળ્યેથી જ ભાજપ કાર્યાલય ખાતે રાશન કીટ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. પ્રાથમિક તબક્કે 2000 કિલો સુખડી અને 2000 કિલો ચવાણું બનાવવાનું શરૂ કરી દીધું છે.નિરંજન ઝાંઝમેરાએ વધુમાં જણાવ્યું હતું કે હાલ ભાજપ કાર્યાલય ખાતે ચવાણું- સુખડી-દૂધનો પાવડર અને મીણબત્તી સાથેની કીટ તૈયારી કરવાની શરૂઆત કરી દીધી છે. શરૂઆતના તબક્કે 15 થી પણ વધુ દિવસ સુધી બગડે નહીં તેવી ખાદ્ય વસ્તુઓ બનાવીને તૈયાર કરાવી છે. ત્યારે પ્રદેશ તરફથી જેવી સુચના મળશે કે તરત જ સુરત ભાજપ તરફથી તે જિલ્લા અને ગામડામાં સેવાનો ટ્રક રવાના કરી દેવામાં આવશે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ તો વાવાઝોડાની કેટલી અસર અને તારા જે સર્જાઇ શકે છે તે ચોક્કસ રીતે કહેવું મુશ્કેલ છે એટલે પૂર્વ તૈયારી રૂપે તાત્કાલિક સેવા પહોંચાડી શકાય તે આશાએથી 2000 કિલો સુખડી અને 2000 કિલો ચવાણું સાથેની તૈયાર કરવાનું શરૂ કર્યું છે પરંતુ જો તારાથી વધારે સર્જાય અને જરૂરિયાત વધુ પડતી રહેશે તો જ્યાં સુધી અસરગ્રસ્તોને સેવાની જરૂરનો લાભ આપવો પડશે, ત્યાં સુધી સુરત ભાજપ દ્વારા આ કાર્ય શરૂ રાખવામાં આવશે.

Download Our B K News Today App



Related News