ડીસાની એન્જલ્સ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે ધોરણ 1 થી 3ના વિદ્યાર્થીને કંકુ તિલક અને પુષ્પગુચ્છ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-27 12:29:29
  • Views : 214
  • Modified Date : 2021-11-27 12:29:29

 

રાજ્ય સરકારના નિર્ણય બાદ ધોરણ 1 થી 5 ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.. છેલ્લા ૨૦ મહિનાથી બંધ શાળામાં ધોરણ 1 થી 5નું ભણતર માત્ર ઓનલાઇન ચાલતું હતું ત્યારે આજે ડીસાની એંજલ્સ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે થી 5 ધોરણના વિદ્યાર્થીઓના વર્ગો ફરીથી શરૂ થતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું..શાળામાં આવનાર દરેક વિદ્યાર્થીને કંકુ તિલક કરી અને પુષ્પગુચ્છ આપીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.. કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓને થર્મલ gun વડે ચેકિંગ તેમજ હેન્ડ સેનિટાઈઝર કરીને કોરોનાગાઇડ લાઇનનો સંપૂર્ણ પાલન કરવામાં આવ્યો હતો..ઉલ્લેખનીય છે કે કોરોના સમયે શાળાઓનું શૈક્ષણિક કાર્ય માત્ર ઓનલાઇન થતું હતું ત્યારે 22 મહિનાના વિરામ બાદ ફરીથી ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ થતા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળામાં આવી પહોંચ્યા હતા જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ તો પ્રથમવાર પોતાની શાળા જોઈ હતી..વાલીઓએ પણ સંમતિપત્રક ભરીને પોતાના બાળકને પ્રવેશ અપાવ્યો હતો..શાળાના આચાર્ય યોગેશભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકોએ દરેક વિદ્યાર્થીઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ સારું જાય તે માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. તેમજ ધોરણ 1 અને 2 ના વર્ગોનું શાળાના આચાર્ય દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું..વિદ્યાર્થીઓના અવાજથી સમગ્ર શાળા ગુંજી ઉઠી હતી

 

 

Download Our B K News Today App



Related News