કોરોનામાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ એડમિશનથી વંચીત રહ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 11:55:57
  • Views : 284
  • Modified Date : 2020-12-17 11:55:57

રાજ્યમાં કોરોના વાયરસના કારણે શાળાઓ હજુ સુધી ખુલી નથી, ક્યારે ખુલશે તે પણ કહેવું શક્ય નથી. શાળાઓની સાથે કોલેજાેમાં પણ આ જ પરિસ્થિતિ જાેવા મળી રહી છે. એડમિશન પ્રક્રિયાનો આરંભ કયારે થાય છે. અને ક્યારે પૂર્ણ થાય છે તેની માહિતી વિદ્યાર્થીઓ સુધી
પહોંચતી નથી. આ જ કારણથી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા છે. જેને લઇને ગાંધીનગર જિલ્લા એન.એસ.યુ.આઈ પ્રમુખ દ્વારા ટેકનિકલ શિક્ષણ કમિશનરને એડમિશન પ્રક્રિયાની તારીખ લંબાવવા રજૂઆત કરી છે.
કોરોના વાયરસના કારણે શિક્ષણ માટે પહેલું સત્ર નષ્ટ થઈ ગયું છે. પ્રથમ સત્રનો અભ્યાસ શક્ય બન્યું જ નથી. શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. જ્યારે કોલેજાેમાં પરીક્ષાઓ પણ ઓનલાઇન લેવામાં આવી હતી. ત્યારબાદ ક્યારેક પ્રવેશ પ્રક્રિયાનો આરંભ કરાયો તેની માહિતીથી અનેક વિદ્યાર્થીઓ વંચિત રહી ગયા છે. પરિણામે નવા એડમિશન માટે પ્રક્રિયા
પણ પૂર્ણ કરી શક્યા નથી. આવા જ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા છે. ત્યારે એડમિશન પ્રક્રિયાની મુદત વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લા એન.એસ.યુ.આઈ પ્રમુખ અમિત પારેખે જણાવ્યું હતું કે, સુરત અને વલસાડ વિસ્તારના વિદ્યાર્થીઓને મહારાષ્ટ્ર નજીક આવતું હોવાના કારણે ત્યાં અભ્યાસ કરતા હોય છે. મહારાષ્ટ્રમાં માર્કશીટ મોડી મળી છે, પરિણામે અહીંયા ગુજરાતમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા છે તે ઉપરાંત ગુજરાતના પણ કેટલાક વિદ્યાર્થીઓને ક્યારે એડમિશન પ્રક્રિયા પૂર્ણ થઈ તેની માહિતી નથી એટલે  ટેકનિકલ શિક્ષણ કમિશનર ને એડમિશન પ્રક્રિયા ૩૧ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News