ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવા સંચાલકો સજ્જ, દરરોજ સેનિટાઈઝ કરાશે, પ્રાર્થના-રિસેસ બંધ, ક્લાસમાં 50 ટકા સંખ્યા, આજે રિહર્સલ થયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-09 12:56:49
  • Views : 339
  • Modified Date : 2021-01-09 12:56:49

    આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારની ગાઈડલાઈન મુજબ તમામ સ્કૂલો શરૂ કરવામાં આવશે. જે માટે સંચાલકોએ તૈયારી શરૂ કરી દીધી છે. સંચાલકોના કહેવા મુજબ અત્યારે રિસેસ અને પ્રાર્થના બંધ રાખવામાં આવી છે. એક ક્લાસમાં 50 ટકા વિદ્યાર્થીઓ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવામાં આવશે. મોટાભાગની સ્કૂલ ખોલવા માટે સંચાલકો સજ્જ છે. અમુક સ્કૂલોએ આજે રિહર્સલ કર્યુ હતું. જેથી સોમવારથી સ્કૂલ ખુલ્લે ત્યારે કોઈ અડચણ ન આવે.


    ક્રિષ્ના સ્કૂલના વાઈસ પ્રિન્સિપાલ મિત્તલ સોજીત્રાએ જણાવ્યું હતું કે, સોમવારથી સરકારની ગાઈડલાઈન મુજબ સ્કૂલ ખોલવામાં આવશે. બાળક સ્કૂલમાં એન્ટર થાય ત્યારથી થર્મલ ગનથી ટેમ્પરેચર મપાશે, હાથ સેનિટાઈઝ કરાશે. હેન્ડ વોશ કરીને જ વર્ગખંડમાં બેસાડાશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવાશે. સ્કૂલ પૂર્ણ થયાં બાદ સ્કૂલને સેનિટાઈઝ કરાશે. પહેલા વાલીને સમંતિ પત્રક આપવામાં આવશે કે તેના બાળકને શરદી કે અન્ય કોઈ બિમારી તો નથીને. જેથી બીજા બાળકને ચેપ ના લાગે. જેથી સંમતિપત્ર વાલીઓ પાસે ભરાવવામાં આવશે.


    ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ અને ભરાડ સ્કૂલના સંચાલક જતીન ભરાડે જણાવ્યું હતું કે સરકારની SOPનું પાલન કરાશે. દરેક વિદ્યાર્થીએ માસ્ક ફરજિયાત, સ્કૂલ પૂર્ણ થયાં બાદ શાળા સેનિટાઈઝ કરાશે. શાળામાં રિસેસ અને પ્રાર્થના બંધ રાખવામાં આવી છે. વર્ગખંડમાં 50 ટકા વિદ્યાર્થીઓને બેસાડાશે અને સ્કૂલનો સમય 4 કલાકનો જ રહેશે.દરેક વાલીને પોતાનું બાળક સ્કૂલમાં કેવી રીતે સુરક્ષિત રહેશે તેની મૂંઝવણ છે. જેથી સ્કૂલોમાં કેવી રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે વાલીઓ અને વિદ્યાર્થીઓ જાણવા માંગે છે.
  • 1.સ્કૂલે આવતા વિદ્યાર્થીઓએ પોતાના વાલીની સંમતિ લઇને પત્રકમાં મંજૂરી આપવાની રહેશે.
  • 2.સંચાલકો વિદ્યાર્થીનું થર્મલ ગનથી સ્કેનિંગ કરી, સેનિટાઈઝ કરી પછી જ પ્રવેશ અપાશે.
  • 3.સ્કૂલો ચાલુ થશે, ઓનલાઈન અભ્યાસ પણ ચાલુ જ રહેશે.
  • 4.જેટલું શૈક્ષણિક કાર્ય થશે એટલા જ શૈક્ષણિક કાર્યની પરીક્ષા લેવાશે.
  • 5.સ્કૂલમાં રિસેસ, પ્રાર્થના, સ્પોર્ટસ પ્રવૃત્તિ નહીં થાય, છાત્રોને ભેગા નહીં થવા દેવાય.
  • 6.સ્કૂલમાંથી વિદ્યાર્થી છૂટે એટલે આખી શાળાને સેનિટાઈઝ કરાશે.
  • 7.સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત નહીં કરાય.
  • 8.વાલીઓ વ્યક્તિગત વાહનોમાં જ બાળકોને સ્કૂલે તેડી-મૂકી જશે.
  • 9.3મોટાભાગની સ્કૂલમાં 80 ટકા અભ્યાસ ક્રમ પૂરો કરી દેવાયો છે.
  • 10.સ્કૂલમાં દરેક વિદ્યાર્થી શિક્ષકની નજર સામે જ રહેશે.
  • 11.સ્લેથી છૂટવાના સમયે એક પછી એક વિદ્યાર્થીને જવા દેવાશે.
  •     કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને ક્લાસરૂમમાં દરેક વિદ્યાર્થીને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસાડાશે. પ્રથમ બેંચમાં એક જ વિદ્યાર્થી બેસશે, બીજી બેંચ ખાલી મૂકી ત્રીજી બેંચમાં એક વિદ્યાર્થી બેસશે. સવાર-સાંજ બે પાળીમાં સ્કૂલ ચલાવાશે.સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ છૂટી ગયા પછી ક્લાસરૂમ અને દરેક બેચને દિવસમાં બે વખત સેનિટાઈઝ કરવામાં આવશે જેથી સંક્રમણ ફેલાય નહીં. દરેક સ્કૂલે રાજ્ય સરકારે આપેલી ગાઈડલાઈન મુજબ આ પ્રક્રિયા કરવી જ પડશે.


Download Our B K News Today App



Related News