અમીરગઢ તાલુકાના કેદારનાથ મહાદેવ મંદિરે આદિવાસી ખેડૂત ઉમટ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-14 11:46:58
  • Views : 465
  • Modified Date : 2019-05-14 11:46:58

અમીરગઢ તાલુકામાં જયરાજ પર્વત માળા પર બિરાજમાન પાંડવો સમયના શ્રી કેદારનાથ મહાદેવને વનવાસી ખેડૂતોએ નૈવેધ ધરાવી ૫૦૦ વર્ષથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખી છે નૈવધ અખાત્રીજ પછી આવતા પ્રથમ સોમવારના દિવસે ધરાવવામાં આવે છે. જેમાં અમીરગઢ સહિત રાજસ્થાનના આદિવાસી ખેડૂતો ઉમટી પડે છે.
અમીરગઢ તાલુકામાં ડુંગરોની હારમાળા અને કુદરતી સાંદર્ય વચ્ચે પૌરાણિક અને ચમત્કારિક કેદારનાથ મહાદેવના શિવાલયની સ્થાપના પાંડવોએ વનવાસ દરમિયાન કર્યુ હોવાની લોકવાયકા છે. જોકે આ ધાર્મિક સ્થળે શ્રાવણ માસ દરમિયાન પ્રતિદિન શિવભક્તો દ્વારા હજારો બીલી દ્વારા અભિષેક કરવામાં આવે છે. જ્યારે મંદિરના પૂજારી દ્વારા શિવભક્તોના સહયોગથી રામ રોટી રસોડું ચલાવવામાં આવે છે. જેમાં હજારો શ્રદ્ધાળુઓ ભોજનપ્રસાદનો લાહ્વો લઇ ધન્યતા અનુભવે છે.
કેદારનાથ મહાદેવના પૂજારી ભરત પ્રસાદ શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે, અંદાજે ૫૦૦ વર્ષ અગાઉથી ચાલી આવતી પરંપરા મુજબ અખાત્રીજ પછી આવતા પ્રથમ સોમવારે તાલુકામાં વસવાટ કરતા આદિવાસી ખેડૂતો પોતાના ખેતરમાં પાકેલા અનાજનો ભોગ મહાદેવને ધરાવવા ઉમટી પડે છે અને તેઓ મહાદેવના ચરણોમાં ચુરમું બનાવી ધરાવ્યા બાદ સમૂહમાં ભોજનપ્રસાદી લઇ આશીર્વાદ લઇ ધન્યતા અનુભવે છે.
કહેવાય છે કે, અમીરગઢ તાલુકામાં તેમજ સરહદી રાજસ્થાન વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી ખેડૂતોના ખેતરમાં પાકેલા પાકનો પ્રથમ કેદારજીના ચરણોમાં નૈવેધના રૂપમાં ધરાવી પછી જ બજારમાં તેમજ ઘરના ઉપયોગમાં અનાજ લેવામાં આવે છે. જે પરંપરા મુજબ સોમવારના દિવસે આદિવાસી ખેડૂતો શિવજીના ચરણોમાં શીશ નમાવવા અને નૈવેધ ધરાવવા ઉમટી પડયા હતા અને આદિવાસી નૃત્યની રમઝટ વચ્ચે ચુરમું બનાવી શિવજીના ચરણોમાં ધરાવવામાં આવ્યો હતો.


Download Our B K News Today App



Related News