મહેસાણા જિલ્લાની કમિટિ બેઠક સંસદ શારદાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-18 11:43:31
  • Views : 300
  • Modified Date : 2020-10-18 11:43:31

મહેસાણા જિલ્લાની ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો.ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટિ (દિશા)ની બેઠક સંસદસભ્ય શારદાબેન પટેલની અધ્યક્ષતાને વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાઇ હતી. જિલ્લાની વિવિધ જુદી જુદી ૪૧ ગરીબલક્ષી અગત્યની યોજનાઓની સમીક્ષા કરાઇ હતી. તેમજ મહેસાણા જિલ્લાના કુલ ૧૦ તાલુકાના મુખ્યઅધિકારીઓ સાથે દિશા સમીક્ષા બેઠકમાં વિકાસકીય યોજનાની વિવિધ ચર્ચાઓ કરાઇ હતી.
મહેસાણા સાંસદ શારદાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ ડિસ્ટ્રિકટ મોનીટીરીંગ સેલ ’દિશાની બેઠકમાં સમીક્ષા કરતા જણાવ્યું કે, મહેસાણા જિલ્લાને પ્લાસ્ટીક મુક્ત અભિયાન અને જળ બચાવો અભિયાન થકી શ્રેષ્ઠ જિલ્લો બનાવવા સહિયારા પુરૂષાર્થ કરવા અનુરોધ કર્યો હતો. મહેસાણા જિલ્લાનામાં વિકાસના કામોની સમીક્ષા સમાંતરે થાય અને તે અંગેના એકશન રીપાર્ટ બાબતે પણ ખાસ સમીક્ષા કરાઇ હતી. તેમજ કોરોના મહામારીમાં પણ વિકાસની કામગીરી સારી રીતે કરાઇ છે. તથા નાગરિકોની અપિલને ધ્યાને રાખી તળાવને પાઇપ લાઇન સાથે જોડવાની તેમજ તળાવોને ભરવાની જે માંગણી છે તેને ધ્યાન દોરયું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન થકી ભારત સ્વચ્છ બને, પ્લાસ્ટીક મુક્ત બને તેના પર ખાસ ભાર મુક્યો હતો. આ બેઠકમાં સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના
( અર્બન), સ્માર્ટ સીટી મિશન, અટલ મિશન ફોર રેજુવેશન એન્ડ અર્બન ટ્રાન્સર્ફોર્મેશન, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેંધરી યોજના, શ્યામ પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન-નેશનલ રૂર્બન મિશન, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), પ્રધાનમંત્રી આવાસ યોજના, દિન દયાળ અંત્યોદય યોજના, દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ વિકાસ
કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના ઇન્ટિગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ, પ્રધાનમંત્રી સડક યોજના, નેશનલ રીરલ ડ્રીકીગ વોટર પ્રોગ્રામ, ઉજ્જવલ ડિસ્કોમ એસ્યુરન્સ યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, સોઇલ હેલ્થ વિકાસ યોજના, ઇ- નેશનલ એગ્રકલ્ચર માર્કેટસ, નેશનલ હેરીટેજ સીટી ડેવલ્પમેન્ટ ઓગમેન્ટેશન યોજના, મી-ડે મીલ સ્કીમ, જલમાર્ગ વિકાસ પ્રોજેક્ટ, નેશનલ હેલ્થ મિશન, સર્વ શિક્ષા અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, રાષ્ટ્રીય ખાધ સુરક્ષા કાર્યક્રમ, રેલ્વે, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, સુગમ્ય ભારત અભિયાન, સાંસદ સ્થાનિક ક્ષેત્ર વિકાસનિધિ સહિતના વિવિધ પ્રશ્નોનું સંબધિત અધિકારીઓ સાથે સંકલન અને સમીક્ષા કરાઇ હતી.
આ બેઠકમાં ધારાસભ્ય આશાબેન પટેલ, જિલ્લા કલેકટર એચ. કે. પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ. વાય. દક્ષિણી, સહિત જિલ્લાના
પદાઘિકારીઓ જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો વિવિધ ૪૧ યોજનાઓના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News