કોરોનાનો કહેર ઃ દિયોદરમાં અધિકારીઓની મહેર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-29 12:24:06
  • Views : 896
  • Modified Date : 2020-04-29 12:24:06

વિશ્વભરમાં કોરોનાની મહામારીએ આતંક મચાવ્યો છે. ત્યાં બનાસકાંઠા જિલ્લામાં પ્રારંભના તબક્કાના નિયંત્રણ બાદ ૩૦ જેટલા પોઝીટીવ કેસો નોંધાઈ ચુક્યા છે. ત્યારે સરકાર સજાગ બની જિલ્લા કલેક્ટર
પાયાથી સુંદર કામગીરી સંભાળી રહ્યા હોવા છતાં જિલ્લામાં કોરોનાના વધી રહેલા વ્યાપને લક્ષમાં લઈ જિલ્લાના પ્રભારી સચિવના હવાલે કરી તંત્રને વિશેષ દોડતું રાખવાનો પ્રયાસ કરેલ છે. ત્યારે દિયોદર પંથક હજુ સુધી સલામત છે. લોકડાઉન લોકો સ્વયંભુ પાળી રહ્યા છે. ત્યારે તાલુકા કક્ષાએ વહીવટી તંત્રમાં સંકલનનો અભાવ વર્તાઈ રહ્યો છે. દિયોદર વિધાનસભા ક્ષેત્રના દિયોદર, લાખણી તાલુકાની પ્રાંત અધિકારીની જગ્યા દિયોદરમાં ખાલી છે, જે થરાદના હવાલે છે. દિયોદરમાં પ્રાંત અધિકારીની જગ્યા ખાલી, મામલતદારની જગ્યા ખાલી અને તાલુકા વિકાસ અધિકારી તરીકે ૧૧ માસના કરાર આધારીત અધિકારી, આમ દિયોદર પંથક ઈન્ચાર્જના હવાલે છે.
જેથી જવાબદાર અધિકારીઓની ઉણપને કારણે આરોગ્યલક્ષી સેવાઓ સહિત સેવાઓ નહિવત છે જેથી પ્રજા અટવાઈ રહી છે. ખાતર માટે ખેડૂતો ફાંફા મારી રહ્યા છે,
પરપ્રાંતીયો અટવાઈ રહ્યા છે, સરકારની વારંવાર અવનવી જાહેરાતોમાં નાના ઉદ્યોગકારો અને વેપારીઓઓમાં ધંધા રોજગારની ગાઈડલાઈનનો અભાવ વર્તાઈ રહ્યો છે.

Download Our B K News Today App



Related News