અડાલજ પાસેથી મળેલા અજાણ્યા આધેડનુ સારવાર દરમિયાન મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-27 11:27:13
  • Views : 259
  • Modified Date : 2021-02-27 11:27:13

અડાલજ પોર રોડ ઉપરથી બે દિવસ પહેલા અજાણ્યા વ્યક્તિ અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેની પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ સિવિલમાં સારવાર માટે લઇ જવાયો હતો. પરંતુ તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. અડાલજ પોલીસે મૃતકના
પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ અડાલજ પોર ગામ તરફ જતા રસ્તા પર બે દિવસ પહેલા એક અજાણ્યો વ્યક્તિ પડ્યો હોવાની માહિતી મળી હતી. જેને લઇ અડાલજ પોલીસ સ્થળ ઉપર
પહોચી હતી. ત્યારબાદ તેને
પહેલા ગાંધીનગર સિવિલ અને ત્યારબાદ અમદાવાદ સિવિલમાં સારવાર માટે લઇ જવાયો હતો. પરંતુ અજાણ્યા આધેડનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. બીજી તરફ પોલીસે આધેડના
પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી. ઉલ્લેખનિય છેકે, અજાણ્યા પુરુષે શરીર ઉપર વાદળી કલરની અડધી બાયની ટી શર્ટ જેના ખિસ્સાના ભાગ ઉપર એફડીઆઇ લખેલુ છે. તેની ઉપર કાળા કલરનો સફારી જેવો શર્ટ પહેરેલો છે. ત્યારે લાગતા વળગતા લોકોએ અડાલજ પોલીસ સ્ટેશનનો
સંપર્ક કરવો.

Download Our B K News Today App



Related News