ધાનેરામાં ડમ્પરે એક યુવકને અડફેટે લેતા હાલત ગંભીર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-10 12:05:58
  • Views : 548
  • Modified Date : 2020-06-10 12:05:58

ધાનેરામાં મંગળવારે
બપોરના સમયે ઉચપાળીયા તળાવ પાસે જતા રાહદારીને બેફામ આવતા ડમ્પર ચાલકે યુવકને અડફેટે લીધો હતો. જેથી ત્યાં લોકો ભેગા થતા ડ્રાઇવર ભાગી ગયો હતો. લોકો દ્વારા તે યુવકને તાત્કાલીક સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પિટલ ખાતે લવાયો હતો અને તેમનું નામ પુછતા જોઇતાભાઇ મલાભાઇ પટેલ રહે, કોચલા તા. થરાદ હોવાનું જાણવા મળ્યું હતું. લોકોએ આ બાબતે તેના પરીવારને જાણ કરતા તેના ભાઇ નાગજીભાઇ આવી
પહોંચ્યા હતા અને પગ ચગદાઇ ગયેલ હોવાથી તેને ૧૦૮ મારફત તાત્કાલીક પાલનપુર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ધાનેરા પોલીસ મથકે ડમ્પર નં- જી.જે.૦૮.એ.યુ.૫૦૫૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. અગાઉ પણ આવા ડમ્પરે એક વિદ્યાર્થીને પણ અડફેટે લીધો હતો અને તેને પગ
કપાવવો પડેલ. જેથી એ બાબતે લોકોએ રસ્તા રોકો આંદોલન કરતા પોલીસ દ્વારા આ ડમ્પરો બંધ કરાવ્યા હતા. પરંતુ તે ફરીથી ચાલુ થવા પામ્યા છે.  ધાનેરા રેલ્વે પુલનું કામ ચાલુ હોવાથી તમામ મોટા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવેલ છે. ટ્રકો, ડમ્પરો તેમજ અન્ય મોટા વાહનો માટે શેરા ગામે થઇને ધાનેરા આવવા માટેનું કલેકટરનું જાહેરનામુ હોવા છતાં પોલીસની રહેમનજર હેઠળ મોટા પ્રમાણમાં રેતી ભરેલ ડમ્પરો બેફામ ધાનેરાની બજારમાં ચાલી રહ્યા છે. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા આ ડમ્પરો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી આ બાબતે ફરી લોકો હલ્લો મચાવે તો નવાઇ નથી.

Download Our B K News Today App



Related News